Home »Kutchh »Bhuj» Gandhidham Amusement Park Will Be A Cost Of 4-60 Crore

ગાંધીધામમાં 4.60 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક બનશે

Bhaskar News, Gandhidham | Feb 16, 2017, 04:08 AM IST

  • ગાંધીધામમાં 4.60 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક બનશે,  bhuj news in gujarati
ગાંધીધામ: ગાંધીધામ નગરપાલિકાને આગવી ઓળખ માટે અગાઉ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પાંચ કરોડની ગ્રાન્ટ આવ્યા પછી આ પ્રોજેક્ટમાં કઇ યોજના થઇ શકે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવ્યા પછી ભારતનગરમાં ખાલી પડેલા પ્લોટમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા નક્કી કરવામાં આવ્યું હતું. આ અંગેની દરખાસ્ત પણ મોકલી આપવામાં આવ્યા પછી તાજેતરમાં મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા 4.60 કરોડની રકમ મંજુર કરી છે તે પૈકીના 50 ટકા રકમ 2.30 કરોડ ભુજમાં જમા પણ થઇ ગયા છે. આ બાબતની જાણકારી મળતાં પાલિકાના વર્તુળોમાં ખુશીનું મોજુ છવાઇ ગયું છે. પાલિકા પ્રમુખની જહેમતને કારણે શહેરીજનોને એક નવી સુવિધા ઉભી થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. 

જાણકાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને મ્યુ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા આગવી ઓળખના નામે જંગી રકમ મંજુર કરવામાં આવી હતી. ગાંધીધામ પાલિકાના સત્તાધિશોના પ્રયાસોને કારણે સુધરાઇને ફાળે પણ રકમ આવે તેવી શક્યતા ઉભી થઇ હતી. પાલિકા પ્રમુખ ગીતા ગણાત્રા દ્વારા શહેરીજનોને સારી સુવિધા મળી શકે અને  કાયમી રીતે લોકોને લાભ થાય તેવી લોક સુવિધાલક્ષી વ્યવસ્થા ઉભી થાય તે માટે ચર્ચા- વિચારણા કર્યા પછી ભારતનગરમાં પાલિકાના પ્લોટ પર એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા પસંદગી ઉતારી હતી. પાલિકાએ આ બાબતે જરૂરી કાર્યવાહી કરીને સામાન્ય સભામાંથી ઠરાવ કરીને ફાઇનાન્સ બોર્ડમાં દરખાસ્ત મોકલી આપી હતી. મોકલવામાં આવેલી આ દરખાસ્તને લીલીઝંડી આપવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. પાલિકામાં આવેલા મેઇલ દ્વારા આ બાબતની જાણકારી આપવામાં આવતા પાલિકાના અધિકારી અને પદાધિકારી વર્તુળોમાં હર્ષની લાગણી જન્મી છે. 

આદિપુરમાં  પણ એમ્યુઝમેન્ટનો પ્રોજેક્ટ હતો
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ અગાઉ આદિપુરમાં મૈત્રી સ્કૂલ પાસે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે વિચારણા કરવામાં આવી હતી. તત્કાલિન પ્રમુખ સુરેશ નિહલાણીના સમયમાં આ અંગેનો પ્રોજેક્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. અને ત્રણ કરોડ રૂપિયા મંજુર થયા પછી એક યા બીજા કારણોસર આ પ્રોજેક્ટ ટલ્લે ચડતાં અભરાઇએ ચડી ગયો હતો. તેવું વર્તમાન પ્રોજેક્ટમાં ન થાય તે પાલિકાના પદાધિકારીઓએ ધ્યાન રાખવું પડશે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gandhidham Amusement Park will be a cost of 4-60 crore
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext