Home »Kutchh »Bhuj» Five People Beaten Trader In Public At Bhuj

ભુજમાં વ્યાજના રૂપિયા બાબતે જાહેરમાં વેપારીને 5 શખ્સે કૂટ્યો

Bhaskar News, Bhuj | Apr 20, 2017, 02:29 AM IST

  • જ્યુબિલી સર્કલ પર પાંચ યુવાને વેપારીને ઢસડી-ઢસડીને ઢોરમાર માર્યો
ભુજ:ભુજમાં પૈસાની લેતી-દેતીમાં ખૂન અપહરણ અને માર માર્યાના ઉપરાછાપરી બે બનાવો બન્યા, જેમાં એકનું ખૂન કરી મોતને ઘાટ ઉતાર્યાનો બનાવ હજુ શમ્યો નથી, ત્યાં ફરી બુધવારે રાત્રે જ્યુબિલી સર્કલ પર એક વેપારીને વ્યાજના પૈસાની લેતી-દેતી માટે પાંચ યુવાને વેપારીને ઢસડી-ઢસડીને ઢોરમાર માર્યાનો બનાવ બનતાં થોડીવાર ટ્રાફિકજામ થઇ ગયો હતો અને લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.

રિયલ જ્યુસ નામની લારીના માલિકને બોલાચાલી

જ્યુબિલી સર્કલ પર રિયલ જ્યુસ નામની લારી ચલાવતા રાજેશભાઇ રતિલાલ ગોસ્વામી (ઉ.વ.52)(રહે. રઘુવંશીનગર, ભાનુશાલીનગરની પાછળ) પોતાનો ધંધો કરતા હતા ત્યારે અચાનક ગણેશનગરમાં રહેતા હેમાન્સુ ગોસ્વામી તથા તેનો ભાઇ અને અજાણ્યા ત્રણ શખ્સે આવી વેપારીને વ્યાજના રૂપિયા બાબતે ઉઘરાણી કરી હતી. વેપારીએ અત્યારે મારી પાસે નથી, તેવું કહેતા આ પાંચ શખ્સે વેપારીને  લારી પરથી બોચી પકડી ઢસડીને માર મારવાનું ચાલુ કરી દીધું હતું. જાહેરમાં ફિલ્મી દૃશ્યો સર્જાતાં નાસભાગ મચી ગઇ હતી અને થોડીવાર માટે ટ્રાફિકજામ થઇ ગયો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે નોંધ લઇ કાર્યવાહી હાથ ધરી છે.
 
તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Five People Beaten Trader in Public at Bhuj
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended