Home »Kutchh »Bhuj» Firing On Gujarati Youngboy At Nairobi Africa

નારૌબીમાં રહેતા મૂળ ગુજરાતી યુવકની હત્યાઃ ફાયરિંગમાં થયુ મોત

Divyabhaskar.com | Nov 06, 2016, 19:41 PM IST

  • રમેશ માવજી લીંબાણી
ભૂજઃકેન્યાના નૈરોબી ખાતે કચ્છી યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કેટલાક અજાણ્યા શખ્સોએ રમેશ લિંબાણીના નામના યુવક પર ફાયરિંગ કર્યું હતું. જેમાં તે ગંભીર રીતે ઘવાયો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું છે. ભુજના દહીંસરા ગામના યુવાન રમેશ માવજી લીંબાણીની નૈરોબી પાસે ફાયરીંગ કરીને કરપીણ હત્યા કરવામાં આવતા કચ્છની પટેલ ચોવીસીમાં અને કેન્યાના કચ્છી સમુદાયમાં શોક ફેલાયો હતો.
 
ઘટના નૈરોબીથી 40 કિ.મી. દૂર આવેલા ઔદ્યોગિક વિસ્તાર ઠીકા ટાઉન ખાતે બની હતી
 
છેલ્લા 2 વર્ષમાં 20 જેટલા એનઆરજીની હત્યા કરવામાં આવી છે, જેમાં સૌથી વધારે ગુજરાતીઓને અમેરિકામાં ટાર્ગેટ કરવામાં આવ્યા છે.  વિદેશમાં ગુજરાતીઓ સતત નિશાન બની રહ્યાં હોય વિદેશ વસતાં ગુજરાતીઓ અને તેમના પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.મળતી માહિતી અનુસાર આ ઘટના નૈરોબીથી 40 કિ.મી. દૂર આવેલા ઔદ્યોગિક વિસ્તાર ઠીકા ટાઉન ખાતે બની હતી. રમેશ માવજી લિંબાણી કચ્છના દહીંસરા ગામનો વતની છે. રમેશ લિંબાણી નૈરોબીમાં સ્ટોન ક્રશરના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.
 
સારવાર મળે તે પહેલા તેમણે દમ તોડી દીધો હતો
 
યુવા વયના રમેશભાઇ રવિવારે બપોરે પછી નૈરોબી તરફ પોતાની ઓફિસે પરત ફરી રહ્યા હતા, ત્યારે ગેરીસ્સા રોડના થીકા ટાઉન પાસે નીગ્રોમનાતા હથીયારધારી શખ્સોએ તેમની કારને લૂંટના ઇરાદે આંતરી હતી, જેવી કાર થંભી એ સાથે લૂંટારાઓએ પહેલી ગોળી કારના વીન્ડ સ્કીનમાંથી અને બીજી ડ્રાઇવર સાઇડની બારીમાંથી મારી હતી, તેમાની એક ગોળીથી ગંભીર રીતે ઘાયલ થયેલા રમેશ લીંબાણીને તુરત નૈરોબીની એમ.પી.શાહ હોસ્પિટલમાં લઇ જવાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા તેમણે દમ તોડી દીધો હતો.
 
 
મળતા અહેવાલો અનુસાર કારમાં તેમની સાથે અન્ય એક જણ હતો જેને કોઇ ઇજા પહોંચી ન હતી. રામપર વેકરાના જ એક પટેલની કિંગસ્તોન નામની ક્વોરીમાં નોકરી કરતા આ યુવાનની હત્યા થતા પત્ની સવિતા અને બે પુત્રો રાજન તથા મનદીપ નોંધારા બન્યા છે. હતભાગીની અંતિમક્રિયા સોમવારે બપોરે કારીયોકોર સ્મશાનગૃહમાં કરાશે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Firing on Gujarati youngboy at Nairobi Africa
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended