Home »Kutchh »Bhuj» Every Hour Hinduism's Murder In Kerala

ભુજ: કેરળમાં દર 5 કલાકે એક હિન્દુવાદીની હત્યા થાય છે

Bhaskar News, Lakhod | Mar 02, 2017, 04:06 AM IST

લાખોંદ:  કેરળ રાજ્યમાં અવારનવાર રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા કાર્યકર્તાઓની દિન-બ-દિન બેરહેમીપૂર્વક થતી હત્યાઓ અને હિન્દુઓ પર માર્ક્સવાદીઓ થકી ગુજારતા આતંકના વિરોધ મુદ્દે કચ્છમાં ભુજ ખાતે રાષ્ટ્રવાદી વિચારધારાના લોકોએ લોકતંત્ર રક્ષામંચ દ્વારા વિરોધ અને ધરણા યોજી કલેક્ટરને આવેદનપાત્ર પાઠવ્યું હતું.

ભુજમાં ટાઉન હોલ મધ્યે યોજાયેલા કાર્યક્રમમાં મંચસ્થ લોકતંત્ર રક્ષા મંચના નવીનભાઈ વ્યાસ, કિશોરદાસજી મહારાજ, સ્વામી પ્રદીપ્તાનંદજી, સાંસદ વિનોદભાઈ ચાવડા, ડો. પન્નાબેન રૂડાણી, જયંતીભાઈ નાથાણી, મહેશભાઈ ઓઝા, ભરતભાઈ ધોળકિયા, રાજેશભાઈ વાઘેલા, સોનલબેન શેઠિયા, જોરાવરસિંહ રાઠોડ, ચેતનભાઈ ઠાકર વગેરેએ માહિતી આપતાં જણાવ્યું કે, સામ્યવાદી (કોમ્યુનિષ્ટ) વિચારધારાનો ઈતિહાસ શરૂઆતથી જ રાષ્ટ્રવિરોધી અને રક્તરંજીત રહ્યો છે, જે પણ વિસ્તારમાં તેઓ સત્તાધિશ થયા ત્યાંની સંસ્કૃતિને નષ્ટ કરી અને લોકતંત્રને ગળે ટૂંપો દીધો છે. 

બૌદ્ધિકોએ એ પણ ઉમેર્યું કે, કેરળ જ્યાં પોતાના વિરોધની વિચારધારાના લોકોની માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (CPM) દ્વારા ક્રૂર હત્યા કરી નખાય છે અને તેમના શરીરને વિકૃત કરી નાખવામાં આવે છે, ત્યાંના મુખ્યમંત્રી પિનરાઈ પર આક્ષેપો કરતાં કહ્યું કે, તેઓ પણ આવી વિચારધારાને પ્રોત્સાહન આપે છે, જેથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવું આવશ્યક બન્યું છે, ત્યારે ક્યાંક એવું પણ બની રહ્યું છે કે, સંઘના કાર્યકર્તાઓ દેશ માટે કપાઇ મરે છે એ સહિષ્ણુતા છે, પણ રાષ્ટ્ર વિરોધી ટ્વીટનો ટ્વીટથી જ જવાબ આપવો અસહિષ્ણુતા છે. ટાઉનહોલથી કલેક્ટર કચેરી સુધી 2000થી 2500 જેટલા નાગરિકે સમિતિની આગેવાની હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપી દુઃખ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Every hour Hinduism's murder in Kerala
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended