Home »Kutchh »Bhuj» Economy Will Increase In Gandhidham

ગાંધીધામની ઇકોનોમીમાં વધારો થશે, વિવિધ સુવિધા સાથે કેપીટી મેદાનમાં ઉતરી

Bhaskar News, Gandhidham | Jan 08, 2017, 04:12 AM IST

ગાંધીધામ:ખાનગી પોર્ટની હરીફાઇમાં ઉતરી વિવિધ સુવિધાઓ પોર્ટ યુઝર્સને પુરી પાડીને અન્ય બંદરની તુલનામાં ટ્રાફિકમાં વધારો કરવા માટે કેપીટીએ વિવિધ પગલા ભર્યા છે. તેને કારણે ટ્રાફિક વધશે તેવો આશાવાદ આજે કેપીટીના ચેરમેન દ્વારા પ્રેસમીટ સાથે વ્યક્ત કરવામાં આવ્યો હતો. કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાનગી બંદરોની વધી રહેલી હરીફાઇ સામે ટકી રહેવા માટે સમયસર યુઝર્સને સુવિધા તથા અન્ય સવલતો મળી રહે તે માટે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. લીકવીડ કાર્ગો સહિતમાં ટ્રાફિકનો વધારો થાય તે માટે જરૂરી પગલા ભરવામાં આવી રહ્યા છે.

કેપીટીના ચેરમેન રવિ પરમારે પ્રેસ મીટમાં કેપીટી દ્વારા પોર્ટના વિવિધ વિકાસલક્ષી કામગીરીનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, ફ્રી હોલ્ડ જમીનનો મુદ્દો દરખાસ્ત કરીને શિપીંગ મંત્રાલયમાં મોકલી અપાયો છે. બર્થ પર વધુને વધુ સુવિધા ઉભી થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને કારણે ગત 31 ડિસેમ્બર સુધી ટ્રાફિકનો ગ્રોથ 81 મીલીયન જેટલો હતો, તે એક મહિના પહેલા પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. 106 એમએમટી કાર્ગો હેન્ડલ કરવાના લક્ષ્યાંકને પાર પાડવા માટે કોઇ કચાસ રાખવામાં નહીં આવે. ચાર બર્થ ફુલ રીતે ચાલુ થઇ જશે.

રીબેટ આપવામાં આવતા કન્ટેનર ચાર્જમાં પણ ધરખમ વધારો થશે. રેટરીવીઝન કરવામાં આવ્યા પછી પોર્ટની આવક વધશે, તેવો પણ દાવો કરવામાં આવ્યો હતો.  વધુમાં પરમારે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં નવો કાર્ગો આવતા ગાંધીધામની ઇકોનોમી  પણ વધવાની છે.  સોલ્ટના પ્લોટની હરરાજી થકી અપેક્ષા કરતાં વધુ રકમ અંદાજે 600 કરોડથી વધુ હરરાજી થકી મળી છે.  આ બેઠકમાં ટ્રાફિક મેનેજર મુકેશ બાલન, સેક્રેટરી બિમલ ઝા, રેડી, આસી. પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને પુરક માહીતી પુરી પાડી હતી. 
 
પડતર પ્રશ્ન ગાંધીધામ કક્ષાએ ઉકેલાશે

મોર્ગેજ કે અન્ય કોઇની ફાઇલ હાલ પેન્ડીંગ નથી. પરંતુ જે અગાઉ બાકી છે તે રાજ્ય સરકારમાં પેન્ડીંગ છે. ડેપ્યુટી કલેક્ટર દ્વારા કંડલા ટાઉનશીપમાં રેવન્યુ ઉલ્લેખ નથી, તે અંગેની માહિતી આપવામાં આવ્યા પછી આ અંગેની કાર્યવાહી પણ થઇ છે. અને આગામી દિવસોમાં મહેસુલ મંત્રી સાથે બેઠક પણ યોજાનાર છે. 

ડ્રાઇ સહિતના કાર્ગો વધ્યો

કેપીટીના દાવા મુજબ વર્તમાન વર્ષે ડ્રાઇ, લીકવીડ, કેમીકલ, કાર્ગોના ટ્રાફિક વહનનું પ્રમાણ વધ્યું છે. આગામી સમયમાં ઉત્તરોત્તર તેમાં વધારો થતો રહેશે.  
 
આગળની સ્લાઇડમાં વાંચો, વેસલ્સ ઓનરને પાર્ટનર બનાવ્યા.....
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Economy Will Increase in Gandhidham
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended