Home »Kutchh »Bhuj» Do Not Police Complaint Against The Victim's Family So We Will Go High Court At Bhuj

નલિયા કાંડ: ‘જો પીડિતાના પરિવાર સામે ફરિયાદ નહીં નોંધે તો હાઇકોર્ટમાં જશું’

Bhaskar News, Bhuj | Feb 14, 2017, 01:49 AM IST

  • નલિયા સામૂહિક દુષ્કર્મકાંડનો ભોગ બનનારી યુવતી
ભુજ:નલિયા સામૂહિક દુષ્કર્મકાંડનો ભોગ બનનારી યુવતીએ કરેલી ફરિયાદ બાદ સંડોવાયેલા મોટા માથાઓની તબક્કાવાર ધરપકડનો દોર પોલીસે હાથ ધર્યો છે, ત્યારે આ બનાવને લગતા  રોજ નવા ચોંકાવનારા ખુલાસા અને દાવા બહાર આવી રહ્યા છે.

લગ્ન પહેલાં 1 લાખ પછી 25 હજાર લીધા ‘જ’ હતા

સોમવારે પીડિતાના પૂર્વ પતિ કલ્પેશ પ્રેમચંદ મોમાયાના વકીલે પત્રકાર પરિષદમાં એેવો ખુલાસો કર્યો હતો કે, પીડિતા સાથે લગ્ન કરવા માટે યુવતીના પિતા અને ગામના એક શખ્સે 1 લાખ લીધા હતા અને છૂટાછેડા માટે 25 હજાર પડાવી વિશ્વાસઘાત કર્યો હતો, જે બાબતે પીડિતા તથા તેના માતા-પિતા સહિત ચાર જણ સામે ગુનો દાખલ કરવા એસપીને અરજી કરી છે. જો પોલીસ પીડિતાના પરિવાર વિરૂદ્ધ ફરિયાદ નહીં નોંધે તો હાઇકોર્ટમાં જશું તેવું વકીલ એસ.ટી. પટેલે જણાવ્યું હતું.

લગ્નના નામે છેતરપિંડી આચર્યાનું જાણાયું

અબડાસાના વાડાપધ્ધર ગામે રહેતા અને ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કર્યા બાદ હાલમાં છૂટક મજૂરી કરતા કલ્પેશના વકીલ એસ.ટી. પટેલે ભુજની હોટલમાં પત્રકારો સાથે બોલાવેલી પરિષદમાં તેમના અસીલ વતી રજૂઆત કરી હતી, જેમાં ઇસ્માઇલ જુસબ ભૂકેરા અને પીડિતાના પિતાએ 1 લાખ રૂપિયામાં લગ્ન કરાવવાની લાલચ આપી 31 જાન્યુઆરી-2016ના લગ્ન કરાવી આપ્યા હતા. જોકે, લગ્નના બે દિવસ બાદ યુવતી માવતરે ચાલી જતાં બાદમાં પરત ન ફરતાં કલ્પેશને છેતરાઇ ગયાનો ખ્યાલ આવ્યો હતો અને આ લોકોએ લગ્નના નામે છેતરપિંડી આચર્યાનું જાણાયું હતું.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, પીડિતા અને તેના પરિવાર સામે ફરિયાદ નોંધાવા પતિની લેખિત અરજી...
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Do Not Police Complaint Against the Victim's Family So We Will Go High Court at Bhuj
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended