Home »Kutchh »Bhuj» Cycling Start In Bhuj, 70 Percent Sales Increase

ભુજમાં ફરી સાઇકલ યુગ શરૂ : 70 ટકા વેચાણ વધ્યું

Bhaskar News, Bhuj | Apr 21, 2017, 04:06 AM IST

  • ભુજમાં ફરી સાઇકલ યુગ શરૂ : 70 ટકા વેચાણ વધ્યું,  bhuj news in gujarati
ભુજ:  ભુજમાં વધતા જતા વાહનો વચ્ચે ફરી સાઇકલના ટ્રેન્ડની શરૂઆત મક્કમપણે થઇ રહી છે, તે વેચાણની ટકાવારી ઉપરથી ખ્યાલ આવે ભૂકંપ પહેલાં અને ભૂકંપ બાદ બેટરીથી ચાલતા વાહનો અને બાઇક, મોપેડ સામે સાઇકલનું વેચાણ માત્ર 20 ટકા હતું અને તે પણ વધુ પડતી સાઇકલ સ્કૂલના બાળકો માટે વેચાતી હવે છેલ્લા 6 માસમાં જ આ વેચાણ 70 ટકા જેટલું થઇ ગયું છે.
 
આ વેચાણ વધવાના કારણોમાં એક તો પેટ્રોલના ભાવ આસમાને છે. પર્યાવરણને નુકસાન અટકે પાછું ફિટનેસ પણ સારી રહે, આ તમામ ફાયદાઓને ભુજના લોકો સમજી રહ્યા છે અને ધીમે પણ મક્કમ સાઇકલિંગ તરફ વળી રહ્યા છે. આ બાબતે 50 વર્ષથી સાઇકલના વેપાર સાથે સંકળાયેલા નરેન્દ્ર બુદ્ધભટ્ટી જણાવે છે કે, એક સમય હતો કે, મહિને માંડ 20 સાઇકલ વેચાતી જે હવે મહિને 150થી 200 સુધી વેચાય છે.

સાઇકલ માટે યોજાતી મેરેથોનમાં સેવા પૂરી પાડું છું
^ પર્યાવરણ અને સ્વાસ્થ્યની જાગૃતિ માટે ભુજના જાયન્ટ્સ ગ્રૂપ દ્વારા યોજાતી સાઇકલ મેરેથોન યાત્રામાં હું સાઇકલમાં ખાસ ડિસ્કાઉન્ટ, સ્પેરપાર્ટ નિ:શુલ્ક આપી સેવા આપું છું, ભુજમાં ડિફેન્સના લોકો તથા વિદ્યાર્થીઓમાં સાઇકલનો ક્રેઝ જોવા મળતો, પરંતુ છેલ્લા એક-દોઢ વર્ષથી ભુજના લોકો મોટા પ્રમાણમાં સાઇકલના વપરાશ તરફ વળી રહ્યા છે. > નરેન્દ્ર બુદ્ધભટ્ટી, 50 વર્ષ જૂના સાઇકલના વિક્રેતા-ભુજ

આજે પણ 30 સાઇકલ ભાડે આપી રોજી રળું છું
^હું સાઇકલ રીપેરિંગ કરતો, પરંતુ સાઇકલનું પ્રમાણ અને વપરાશ ઘટતાં મેં 30 જેટલી સાઇકલ રાખી ભાડે આપવાનું શરૂ કર્યું, આજે મજૂર વર્ગ કલાક પ્રમાણે સાઇકલનું ભાડું ચૂકવી પોતાના કામ પતાવી લે છે, મજૂર વર્ગ જરૂરિયાત મુજબ સાઇકલ ભાડે લઇ જાય છે અને મને રોજી મળે છે, જ્યારે વાહન વ્યવહાર વધ્યો ન હતો, ત્યારે સારા-સારા લોકો સાઇકલ ભાડે લેતા. > એ.એમ. ખોજા, સાઇકલ ભાડે આપનારા 

સાઇકલમાં મોડેલ અને ફેસેલિટી વધી છે
^પહેલાં સાદી સાઇકલ માર્કેટમાં હતી, જ્યારે આજે વિવિધ મોડેલોમાં પાવરબ્રેક, ડિસ્કબ્રેક, ગિયરવાળી, જમ્પરવાળી સાઇકલો માર્કેટમાં છે, લોકો હવે ફરી સાઇકલ તરફ વળ્યા છે જે સારી વાત છે. કારણ કે, સાઇકલથી પર્યાવરણને નુકસાન નહીં થાય, અવાજનું પ્રદૂષણ નહીં થાય અને પેટ્રોલનો બચાવ થશે.  > હરેશ બુદ્ધભટ્ટી, સાઇકલના વેપારી 

સાઇકલિંગનો રોમાંચ અલગ જ છે
^ અમારું 10 જણનું ગ્રૂપ રોજ સાઇકલનો વપરાશ કરીએ છીએ અને રવિવારે કોઇપણ એક પોઇન્ટ નક્કી કરી 30 કિલોમીટર સાઇકલિંગ કરી અનેરો રોમાંચ અનુભવીએ છીએ, અમારા ગ્રૂપમાં સાઇકલિંગ માટે સંખ્યા પણ વધી રહી છે અને અમે દરેક લોકોને સાઇકલના ઉપયોગ કરવા માટે અપીલ કરીએ છીએ. > તેજસ પાઠક, આચાર્ય માનકૂવા સ્કૂલ
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cycling start in Bhuj, 70 percent sales increase
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended