Home »Kutchh »Bhuj» Congress Akrosh Rally In Bhuj

ભુજમાં કોંગ્રેસની રાજ્યવ્યાપી યુવા આક્રોશ રેલી: પોલીસ સાથે થઇ ચડભડ

Bhaskar News, Bhuj | Mar 02, 2017, 04:12 AM IST

ભુજ:ભાજપની સરકારમાં તમામ મોરચે લડતા રહેવું પડશે. કારણ કે, એક સમયે રાત્રિ સુધી ઘરની બહાર સુરક્ષિત મનાતી મહિલાઓના રક્ષણ સામે સવાલો ઉભા થયા છેે. નલિયાકાંડમાં ભાજપના મોટા માથા સંડોવાયેલા છે અને એ પક્ષના કાર્યકરો સાથેની મીટિંગ કે શિબિરોમાં બહેન-દીકરીઓને મોકલતા પહેલાં વિચારવું પડશે, એમ બુધવારે ભુજથી શરૂ થયેલી ગુજરાત યુવા કોંગ્રેસની મહિલા સ્વાભિમાન યુવા આક્રોશ રેલીમાં જણાવાયું હતું. 

વિધાનસભાનું સત્ર ચાલશે ત્યાં સુધી સમગ્ર રાજ્યમાં જિલ્લા મથકોએ આવી રેલી અને સભા યોજાશે. જોકે વિધાનસભાની આવનારી ચૂંટણીઓને પણ પરોક્ષ રીતે સમાવીને મતદારોને જાગૃત કરવાની વાતો જણાઇ છે. રાષ્ટ્રીય, રાજ્ય અને કચ્છના નેતાઓએ નલિયાકાંડની યોગ્ય તપાસના પુનરોચ્ચાર સાથે કલેક્ટર કચેરીમાં ઘેરાવ કર્યો હતો.
 
ધારાસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આ મામલે સીટિંગ જજની કમિટી દ્વારા તપાસ થવાના મામલે સમર્થન આપ્યું હોવા દરમિયાન પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં યોજાનારી મહિલા સ્વાભિમાન યુવા આક્રોશ રેલી-સભાનો ભુજથી આરંભ થયો હતો. સભા દરમિયાન પ્રદેશ મહામંત્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમે ભાજપ સરકાર અને પક્ષ સામે ચાબખા માર્યા હતા. એમ જણાવાયું હતું કે, ભાજપની સામે હવે તમામ મોરચે લડવું પડે એમ છે. મહિલાઓ સુરક્ષિત નથી એની સાબિતી નલિયાકાંડ છે. નોકરી અને પગારના મામલે આ રીતનું શોષણ ભાજપના રાજમાં થયું છે. મુખ્યમંત્રીએ ખાતરી આપ્યા બાદ નિશ્ચિત દિશામાં તપાસ નહીં થાય તો કોંગ્રેસ આંદોલન કરશે તેમ પણ ભારપૂર્વક ઉમેર્યું હતું.
 
તો ઓલ ઇન્ડિયા યૂથ કોંગ્રેસના મહામંત્રી રાધિકા ખેર, મંત્રી મોહિત શર્માએ તેમના પ્રવચનમાં એમ જણાવ્યું હતું કે, પહેલાં ગુજરાત સુરક્ષિત હતું અને મહિલાઓ મોડે સુધી ઘરની બહાર નીકળી શકતી હતી, પણ હવે ચિત્ર બદલાયું છે. સ્ત્રી સુરક્ષા સામે ભાજપીઓ સામે જ બચવું પડશે. 
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Congress akrosh rally in Bhuj
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended