Home »Kutchh »Bhuj» Communal Angel Show In Naliya Rape Case Protest At Bhuj

આખા ગુજરાતમાં નલિયા કાંડ ગાજ્યો, હવે દુષ્કર્મના વિરોધમાં ડોકાયો કોમી રંગ

Bhaskar News, Bhuj | Feb 14, 2017, 10:05 AM IST

  • નલિયા દુષ્કર્મ કાંડની આડમાં મુસ્લિમ સંસ્થાઓ અને રાજકીય પક્ષો હિન્દુ સમાજને બદનામ કરવાનું બંધ કરે
ભુજ:ભુજ અને કચ્છમાં ફરિયાદના અઠવાડિયા પછી જાગેલી સંસ્થા-નેતાઓ નિવેદનો આપે છે. આવેદનપત્રો પાઠવાયા છે. વિરોધ પ્રદર્શન યોજાય છે, કોઇ રાજકીય રોટલા શેકે છે, એ વચ્ચે શહેરમાં સોમવારે યોજાયેલા બે કાર્યક્રમોમાં કોમી રંગ ઉમેરાયો છે. 
 

‘નારીને સાધન સમજતો સમાજ પીડિતાના નામે રાજકીય રોટલા શેકવાનું બંધ કરે’

‘યા દેવી સર્વ ભૂતેષુ, શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:’ સ્તુતિના ઉચ્ચારણ સાથે હિન્દુ સ્વાભિમાન સંઘના પ્રમુખે ભુજમાં યોજાયેલી રેલી પૂર્વે એકઠા થયેલા લોકોને જણાવ્યું હતું કે, એક માત્ર હિન્દુ ધર્મમાં નારીનો મહિમા છે, પરંતુ નારીને માત્ર ઉપભોગનો સાધન સમજતા સમાજના કેટલાક લોકો નારી રક્ષણની વાતો કરવા નીકળ્યા છે. નલિયા દુષ્કર્મ કાંડની આડમાં મુસ્લિમ સંસ્થાઓ અને રાજકીય પક્ષો હિન્દુ સમાજને બદનામ કરવાનું બંધ કરે.

આરોપીઓને સબક મળે તેવી સજા કરો

નલિયાના દુષ્કર્મકાંડના આરોપીઓને ભાજપ છાવરે છે, તેવા આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ લઘુમતી મોરચાએ કલેક્ટરને આપેલાં આવેદનપત્રમાં ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે શબક શીખાડતી સજા ફટકારવાની માગ કરી હતી. મહિલા સશક્તિકરણની ગુલબાંગો પોકારતી ભાજપ સરકારના શાસનમાં બનેલો આ બનાવ વખોડવાલાયક છે. તમામ આરોપીઓ સત્તાધારી પક્ષ અથવા તો તેની ભગીની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, જેના કારણે સમગ્ર પ્રકરણ રફેદફે થઇ જવાની શક્યતા છે. આ ઉપરાંત પીડિતા અને તેના પરિવાર પર જીવનું જોખમ હોતાં ઉચ્ચકક્ષાની સુરક્ષા પૂરી પાડવામાં આવે તેમજ દેશની સર્વોચ્ચ અદાલતને તપાસ સોંપાય તેવી માગ કોંગ્રેસના લઘુમતી મોરચાના જિલ્લા પ્રમુખ રફીક મારાએ કરી હતી.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, હિન્દુ સ્વાભિમાન સંઘે દુષ્કર્મ કાંડની આડમાં મલિન ઇરાદા પાર પડાતા હોવાનો આક્ષેપ
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Communal Angel Show in Naliya Rape Case Protest at Bhuj
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended