Home »Kutchh »Bhuj» Chaos In Anjar City Police Baton Charge To Disperse The Mob After Clash

અજંપાના ઓથાર તળે અંજાર: શહેર સજ્જડ બંધ, ટોળાને વિખેરવા પોલીસનો લાઠીચાર્જ

Bhaskar News, Anjar | Mar 05, 2017, 00:28 AM IST

  • બે યુવતી ગુમ થવાનું પ્રકરણ : બીજા દિવસે સવારથી છમકલાં, લાઠીચાર્જ-અશ્રુ ગોળા બાદ શાંતિ
અંજાર: અંજારમાં શુક્રવારે એક જ પરિવારની બે યુવતીને વિધર્મી યુવક ભગાડી ગયો હોવાના મુદ્દે યુવકની દુકાનો બાળી નખાઇ અને તુરંત બાદ વરસામેડી ફાટક પાસે ભેંસો ભરેલી ટ્રકને ટોળાએ સળગાવી દેતાં અંજારમાં દંગદિલી સર્જાઇ હતી. તેવામાં શનિવારે સવારથી જ શહેરમાં અજંપાની સ્થિતિ સાથે સમગ્ર શહેર સ્વયંભૂ બંધ રહ્યું હતું. શનિવારે સવારથી જ સમાજના ટોળાં વિખેરવા પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસનો પ્રયોગ કરતાં શહેરભરમાં અફવાઓ અને અંધાધૂંધી જેવું વાતાવરણ બની ગયું હતું. અલગ-અલગ જગ્યાએ એકત્ર થયેલા ટોળાંને વિખેરવા પોલીસે મોડી બપોર સુધી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કર્યા બાદ સ્થિતિ થાળે પડી હતી.
 
શુકવારથી જ અંજારમાં અફરાતફરીનો માહોલ
 
અંજારમાં વિધર્મી યુવક દ્વારા એક જ પરિવારની બહેનોને ભગાડી જવા મુદ્દે યુવકની દુકાનમાં ટોળાએ આગ ચાંપવાની ઘટના બાદ સાંજે ભેંસો ભરેલો ટ્રક સળગાવાઇ દેવાતાં શુકવારથી જ અંજારમાં અફરાતફરીનો માહોલ પેદા થયો હતો. તેવામાં શનિવારે નક્કી કાંઇ અજુગતું થવાની ભીતિ સાથે અંજારના લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. સવારે 10 વાગ્યે યુવતીના સમાજના લોકો ગાયત્રી ચાર રસ્તા વિસ્તારમા એકઠાં થતાં પોલીસે તેમને વિખેરવા માટે લાઠીચાર્જ કરતાં ટોળામાં નાસભાગ થઇ હતી. જેને કારણે અનેક લોકો પોતાના વાહન છોડીને નાસ્યા હતા. પોલીસે તમામ વાહનોની હવા કાઢી નાખી હતી. 
 
પોલીસને ટિયરગેસ છોડવાની ફરજ પડી હતી
 
ત્યારબાદ સમાજના લોકોએ બેઠક યોજવા માટે સમાજવાડી પાસે એકઠા થયા હતા, પરંતુ પોલીસ કોઇ ખતરો મોડી લેવા માગતી ન હોય તેમ લોકોને વિખેરવા ફોર્સ સાથે લાઠીચાર્જ કરતાં નાસભાગ મચી હતી. તેવામાં કેટલાક તોફાની તત્ત્વોએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસને ટિયરગેસ છોડવાની ફરજ પડી હતી. ઘટના બાદ પૂર્વ કચ્છના એસપી ભાવના પટેલે પણ પોલીસ કાફલા સાથે ફ્લેગમાર્ચ કરી હતી. પોલીસ સાથે આટલા મોટા પ્રમાણમાં સાયરન વગાડતાં પોલીસના વાહનો જોતાં શહેરીજનોમાં પણ કરફ્યુની અફવાઓ ફેલાઇ હતી.
 
આગચંપીની બન્ને ઘટનામાં 250 જેટલા લોકો સામે ફોજદારી
 
અંજારના 12 મીટર રોડ પર આવેલી દુકાનમાં યુવતીને ભાગાડી જવાના મનદુ:ખ સાથે દુકાન સળગાવવાની ઘટના અને ટ્રક સળગાવવાની ઘટનામાં કે.બી. ઝાલા દ્વારા ભગુ રવા આહિર (રતનાલ), રાણા ઉર્ફે હકો ચાવડા (મીઠા પસવારિયા), ધનજી માદેવા બકુત્રા (આંબાપર), દીપક પુના કોઠીવાર (બીટા વલાડિયા), હરિ સામત વીરા (મીઠા પસવારિયા), ચમન આહિર (અંજાર) સહિત 100 જેટલા લોકો સામે દંગા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી,
 
તો ટ્રક સળગાવવાની ઘટનામાં ભગુ શંભુ આહિર (રતનાલ), કરસન નારાણ સોરઠિયા (અંજાર), રાણા રામૈયા વીરા આહિર (અંજાર), લાલજી દેવજી બાંભણિયા, સામજી બેચરા વરચંદ આહિર, સામજી ધરમશી મારાજ, મનીષગિરિ કિશોરગિરિ ગુંસાઇ, નારાણ આશા ગઢવી, કિશન નાગશી સંજોટ, સુરેશ પૂજાભાઇ આહિર, દિલીપ ખીમજી બારોટ, સાગર ખીમજી બારોટ, કનૈયા વાલ્મીકિ, કિરણ વાલ્મીકિ, મનીષ સોલંકી મળી કુલ 200 જેટલા શખ્સો સામે ટોળું રચી ઉશ્કેરણી કરી તોફાન કરવાનો ગુનો દાખલ કર્યો હતો.
 
આગળની સ્લાઇડમાં વાંચો,પોલીસે ભારે કાફલા સાથે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કર્યું ...
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Chaos in Anjar city police baton charge to disperse the mob after clash
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended