Home »Kutchh »Bhuj» Central Minister Smruti Irani Today Launch Tangaliya Project

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ભુજમાં આજે તાંગાલિયા પ્રોજેક્ટ લોંચ કરશે

Bhaskar News, Bhuj | Mar 18, 2017, 00:43 AM IST

  • સ્મૃતિ ઇરાનીની ફાઇલ તસવીર
ભુજ: કેન્દ્ર સરકારના કાપડ વિભાગના મંત્રી સ્મૃતિ ઇરાની શનિવારે એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેમની હાજરીમાં અંજાર અને ભુજમાં ત્રિવિધ કાર્યક્રમો ઘડી કઢાયા છે. દરમિયાન, કાપડ મંત્રાલય અંતર્ગત તેઓ ભુજથી તાંગાલિયા વીવિંગ ક્રાફ્ટ પ્રોજેક્ટને લોન્ચ કરશે. આ પ્રોજેક્ટ થકી કચ્છમાં ભચાઉ પંથકના 50થી વધુ કલાકારો ઉપરાંત સુરેન્દ્રનગરના વડવાણ અને લખતર વિસ્તારના કલાકારોને ફાયદો થશે. ઇરાની ઉપરાંત રાજ્યકક્ષાના કાપડ મંત્રી અજય ટામટા પણ ઉપસ્‍થિત રહેશે.

ટેક્સટાઇલ મિનિસ્ટર સ્મૃતિ સવારે કંડલા ખાતે હવાઇ માર્ગે આવી પહોંચ્યા બાદ 11 વાગ્યે અંજાર પાસેની વેલસ્પન કંપનીમાં એન્સીલરી પાર્ક અને નીડલ ટેક્નોલોજી ટેક્સટાઇલ પ્લાન્ટનું ઉદઘાટન કરવાના છે. જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લા પંચાયત દ્વારા બપોરે 3:15થી 4:15 સુધી ટીનસિટી ખાતે યોજાનારા સ્વચ્છતા મિશન હેઠળના કાર્યક્રમમાં નવનિયુક્ત મહિલા સરપંચોનું અભિવાદન કરવામાં આવશે. પાંચ કલાકારોને પહેચાન કાર્ડ એટલે કે ઓળખકાર્ડ આપવામાં આવશે.

લક્ષ્મીબાઇના પૂતળાનું લોકાર્પણ : વંદે માતરમ ટલ્લે
કાપડ મંત્રી ભુજ આવી પહોંચ્યા બાદ સાંજે 4:15 પછી માધાપર હાઇવે પર બનાવાયેલા સર્કલ પરની ઝાંસીની રાણાની પ્રતિમાનું લોકાર્પણ કરાયું છે. અત્રે નોંધનીય છે કે, આ પ્રતિમા આશાપુરા ગ્રૂપના સૌજન્યથી મૂકવામાં આવી છે. આ જ ગ્રૂપના ટ્રસ્ટ દ્વારા ભુજોડી પાસે વંદે માતરમ મ્યૂઝિયમ બે માસથી તૈયાર થઇ ગયું છે, પણ શક્યત: કંપનીની મહેસૂલી પ્રકારની કહેવાતી ખામીના કારણે વડાપ્રધાન કે મુખ્યમંત્રી દ્વારા તેના ઉદઘાટનની તારીખ આપવામાં આવતી નથી અને તેનું ઉદઘાટન ટલ્લે ચઢ્યું છે. ગ્રૂપના ચેરમેન ચેતન શાહે મુંબઇમાં વંદે માતરમ મ્યૂઝિમયને લગતા કાર્યક્રમો પણ કર્યા છે, પણ ઉદઘાટન ન થવાના કારણે ગ્રાઉન્ડ રીઆલિટી છે.

ઇરાની પાસે અમદાવાદમાં કરાયેલી રજૂઆત પડતર
કલાકારોને કેન્દ્ર સરકાર દ્વારા તેમની કલાના પ્રોત્સાહન માટે અને તેમનામાં રહેલી કલાને વધુ ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવે છે. આ માટે કલકારોની ઉંમર 18 વર્ષથી વધારીને 25થી 30 વર્ષ કરવા અને શિલ્પગુરુ તથા સંત કબીર એવોર્ડ માટે 60 વર્ષથી ઘટાડીને 55 વર્ષ કરાય તેવી માગણી નવેમ્બર-2016માં અમદાવાદમાં પહેચાન કાર્ડ વિતરણના કાર્યક્રમમાં આવેલા સ્મૃતિ ઇરાનીને ઓલ ઇન્ડિયા હેન્ડિક્રાફ્ટ બોર્ડના માજી સભ્ય અને ભુજોડીના સિનિયર એવોર્ડી ગાભુભાઇ વણકરે કરી હતી. તે દિશામાં હજુ સુધી નક્કર પગલાં ભરાયા નથી.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Central Minister Smruti Irani today launch Tangaliya Project
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended