Home »Kutchh »Bhuj» Car Collision As 6 Year Old Child Death In Bhuj

ભુજ: પૂરપાટ જતી કારની અડફેટે 6 વર્ષના બાળકનું મોત, ચાલક ફરાર

Bhaskar News, Bhuj | Jan 08, 2017, 04:03 AM IST

  • ભુજ: પૂરપાટ જતી કારની અડફેટે 6 વર્ષના બાળકનું મોત, ચાલક ફરાર,  bhuj news in gujarati
ભુજ: ભુજના કનૈયાબે પાટિયા પાસે રસ્તો ક્રોસ કરતા 6 વર્ષના બાળકને પૂરપાટ જઇ રહેલી કારે અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલા આ બાળકનું સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. અકસ્માત કરી કારચાલક ફરાર થઇ ગયો હતો.

મૂળ સેલારી ગામનો 6 વર્ષીય બાળક મહંમદહનિફ સુલેમાન શેખ પોતાની માતા સાથે કનૈયાબે પાટિયા પાસે બસમાંથી ઉતરી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલી કાર નંબર એમપી-04-એમડી-009ની અડફેટે આવી જતાં માથાના ભાગે આ બાળકને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક ભુજની જનરલ હોસ્પિટલ લઇ જવાયો હતો, પરંતુ ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. 

ફરાર ચાલકને પકડવા ગાડી નંબરના આધારે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં બીએમડબલ્યુ કારનો હિટ એન્ડ રનના બનાવમાં આરોપી હજી જેલમાં છે, ત્યારે આ બનાવના આરોપીને પણ તરત પકડી કડક સજા થાય, તેવી ગામલોકોએ ઉગ્ર માંગ કરી છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Car Collision as 6 Year old Child Death in Bhuj
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext