Home »Kutchh »Bhuj» Campaign Against Depression Started By Kutchi Girl In Jamshedpur

કચ્છી યુવતીએ જમશેદપુરમાં શરૂ કરી ડિપ્રેશન સામે ઝુંબેશ

Bhaskar News, Bhuj | Apr 20, 2017, 02:13 AM IST

  • કચ્છી યુવતીએ જમશેદપુરમાં શરૂ કરી ડિપ્રેશન સામે ઝુંબેશ,  bhuj news in gujarati
ભુજ:મૂળ ભુજની અને હાલે ઝારખંડ નિવાસી યુવતીએ આજકાલ યુવાઓમાં સૌથી વધુ દેખા દેતા ડિપ્રેશનના રોગને ડામવા માટેની ઝુંબેશ શરૂ કરી છે. દિલ્હીની સંસ્થા દુઆયેં ફાઉન્ડેશન સાથે મળીને કચ્છી યુવતી શિલ્પા પિત્રોડા અને તેમના સાથીઓએ ‘ફાઇટિંગ અગેઇન્સ્ટ ડિપ્રેશન એન્ડ એન્લાઇટિંગ સાઉલ’ - ફેડ્સ નામની એક એનજીઓ શરૂ કરી છે.

તેમના જણાવ્યા મુજબ આજકાલ સમાજમાં ખાસ કરીને યુવા વર્ગમાં જિંદગીથી નિરાશ થઇને આત્મહત્યા કરવાનું ચલણ દિન-પ્રતિદિન વધતું જાય છે. આવા લોકોને આપઘાતના માર્ગેથી પાછા વાળી સ્વસ્થ રીતે પોતાની રોજિંદી જિંદગી જીવતા કરવા માટે ફેડ્સની સ્થાપના કરાઇ છે.  આ પ્રોજેક્ટમાં એડલિન સુઝેન, દેવ આશિષ સાહુ, રાજા મિશ્રા, સબા હુસૈન, ડો. ધારા પટેલ, આશિષ શર્મા, ડો. સુરજ જહાંગીર તેમજ તાજેતરમાં જ વિદાય લઇ ગયેલા ગૌરવ વાઘેલાનો પણ સહયોગ રહ્યો છે. વધુ માહિતી માટે ફેડ્સ.ઇન્ફો વેબસાઇટ પર સંપર્ક કરી શકાશે.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Campaign Against Depression Started By Kutchi Girl in Jamshedpur
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended