Home »Kutchh »Bhuj» BJP Active In Naliya Rape Case, 4 Workers Suspended

નલિયા દુષ્કર્મકાંડઃ ભાજપે 4 કાર્યકરોને કર્યા સસ્પેન્ડ, 3 આરોપીઓની ધરપકડ

Bhaskar News, Bhuj | Feb 07, 2017, 10:19 AM IST

ભુજ:  માત્ર કચ્છ નહીં, ગુજરાતભરમાં જેના પડઘા પડી રહ્યા છે એ નલિયા દુષ્કર્મકાંડમાં વધુ બદનામી વહોરવી પડે એ પૂર્વે ભારતીય જનતા પક્ષે કડક વલણ અપનાવી આ પ્રકરણમાં પોલીસ ચોપડે ચડેલા ચાર કાર્યકર્તાને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે.
 
નલિયા દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ 9 આરોપીમાંથી 3ની ધરપકડ
 
કચ્છ સહિત રાજ્યમાં ચકચાર મચાવી દેનારા નલિયા દુષ્કર્મના 9 આરોપી સામે ફરિયાદ નોંધાયા બાદ 12 દિવસે પોલીસે પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીની ધરપકડ ધરી લીધી હતી. પોલીસે નખત્રાણાના અશ્વિન ઠક્કર તથા નલિયાના વિનોદભાઇ વિશનજીભાઇ ભીંડે તથા તેના પુત્ર ચેતન ભીંડેને પકડી પાડ્યા હતા.
 
ભાજપના ચાર કાર્યકરો સસ્પેન્ડ
 
પક્ષના જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલે પ્રદેશ ભાજપથી પરામર્શ કરીને આ ત્વરીત પગલું ભર્યું છે, જેમાં સેક્સ કાંડનો સૂત્રધાર મનાતો નલિયાની ગેસ એજન્સીનો સંચાલક અને અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચાનો પ્રમુખ શાંતિલાલ દેવજીભાઇ સોલંકી, ગાંધીધામ શહેર ભાજપનો મહામંત્રી ગોવિંદ અરજુનદાસ પારૂમલાણી, ગાંધીધામ નગરપાલિકાનો સભ્ય અજીત રામવાણી તેમજ ગાંધીધામનો જ પાલિકા સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન વસંત કે. ભાનુશાલીનો સમાવેશ થતો હોવાનું પક્ષના મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામ આર. ઠક્કરે જણાવ્યું હતું.
 
અહીં એ યાદ અપાવવું જરૂરી છે કે, પીડિતાએ નલિયામાં નવ શખ્સો સામે દુષ્કર્મની એફઆઇઆર નોંધાવાની સાથે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસને જે સોગંદનામું પાઠવ્યું છે, તેમાં 65 શખ્સો દ્વારા 35થી 40 યુવતીઓને ફસાવીને મોટું સેક્સ રેકેટ ચલાવાતું હોવાનું અત્યંત ગંભીર નિવેદન કર્યું હતું અને એ મોટા રેકેટમાં પણ ભાજપના કાર્યકર અથવા સમર્થક એવા શખ્સો સંડોવાયેલા હોવાની ચર્ચા છે. બીજીતરફ આ મોટા રેકેટમાં ફસાયેલી અનેક યુવતીને ભાજપના દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-2016'ના કાર્ડ ઇસ્યૂ કરાયા હતા, 

જેથી ભુજ, ગાંધીધામ સહિતના શહેરોની નિયત હોટેલમાં યુવતી માત્ર આ કાર્ડ બતાવી નિર્વઘ્ને' જઇશઇ શકે. આ કાર્ડનું પ્રકરણ જોકે, ભાજપ અને પોલીસ લેવલે હજુ દબાયેલું જ પડ્યું છે, જો આ કાર્ડ ઇસ્યૂ કરવામાં જે કાર્યકરો-નેતાઓની ભૂમિકા ખૂલે તો તેની સામે પણ પક્ષ દ્વારા પગલાં લેવાય. અલબત, જો અને તો માં અટવાયેલા આ ચકચારી કાર્ડ મામલામાં ખરેખર મૂળ સુધી તપાસ થાય, તો બીજા રાજકીય આફ્ટરશોક આવવાની સંભાવના ખુદ પક્ષના સંનિષ્ઠ કાર્યકરો જોઇ રહ્યા છે.
 
પોલીસે દમન નથી કર્યું તેવું જબરજસ્તી લખી લેવાયું

પીડિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો, તેના પતિને પણ માનસિક ત્રાસ અાપ્યો એવા ગંભીર આક્ષેપોના મારા વચ્ચે રવિવારે પોલીસે જાતે જ "અમારા પર પોલીસે કોઇ દમન કર્યું નથી' એવું લખીને પીડિતાના તથા તેના પતિની જબરજસ્તીથી સહી કરાવી લીધી હોવાનું જાણવા મળે છે.
 
આરોપીઓ અમદાવાદમાં કચ્છી નેતાના શરણમાં

અબડાસા ઉપરાંત અમદાવાદમાં પણ ઘર અને ધંધો ધરાવતા કચ્છ ભાજપના એક અગ્રગણ્ય નેતાના નિવાસસ્થાને નલિયા રેપ કાંડના સૂત્રધાર શાંતિ દરજી (સોલંકી) સહિત કેટલાક આરોપીઓએ આશ્રય લીધો હોવાના અહેવાલ મળ્યા છે, ત્યાંથી નેતા મારફતે કેસને સંકેલી લેવા શક્ય એટલું દબાણ લવાઇ રહ્યું છે.
 
વધુ વાંચવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: BJP active in Naliya rape case, 4 workers Suspended
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext