Home »Kutchh »Bhuj» Bhuj Fort Made Terrorist Rendezvous, Writing In Urdoo

ભુજિયા કિલ્લાને બનાવાયો 'આતંકવાદીનો અડ્ડો', ઉર્દૂ ભાષામાં ચિતરામણ

Bhaskar News, Bhuj | Apr 13, 2017, 01:57 AM IST

ભુજ:  વર્ષોથી વિશિષ્ટ લોકેશન મળતું હોવાના કારણે હિન્દી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કચ્છ પસંદગીનું કેન્દ્ર બન્યું છે, પરંતુ જો ઐતિહાસીક વિરાસતને નૂકશાન પહોંચાડીને કોઇ ફિલ્મ બનાવવામાં આવે તે કચ્છીઓએ સાંખી લેવું ન જોઇએ. 

ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલા કિલ્લાને છેલ્લા ત્રણ દિવસથી મુંબઇ સ્થિત એક યુનિટના આર્ટ ડિપાર્ટમેન્ટના લોકો ઉર્દુ ભાષામાં પાકિસ્તાન જેવો માહોલ ઉભો કરવાનો હોય તેવું પેન્ટિંગ કિલ્લાની દિવાલો પર કરવામાં આવ્યું છે તેમજ ઉર્દુભાષામાં લખેલા ઝંડાઓ લગાવવામાં આવ્યા છે. કચ્છ ફિલ્મ સોસાયટીના પ્રમુખ અનિરૂદ્ધસિંહ ગોહીલના જણાવ્યા મુજબ, યુનિટ ભુજની આસપાસ પણ તંત્રની પરવાનગી વગર શુટીંગ કરી રહ્યું છે. જયારે ભુજીયાના કિલ્લામાં આવી છેડછાડ કલાકારો સહિત શહેરીજનોએ સાંખી લેવું ન જોઇએ. 

રાજસ્થાનની એક પણ ઐતિહાસીક વિરાસતને દેશ-વિદેશના યુનિટક્ષતી પહોંચાડી શકતા નથી. ભુજની છતરડીમાં પણ શુટીંગ બાદ ફુટેજ બતાવવું સંલગ્ન સંસ્થાને બતાવવું પડે છે. ‘ગુજુભાઇ ધ ગ્રેટ-2’ ફિલ્મનું શુટીંગ આગામી દિવસોમાં શરૂ થવાનું છે. પ્રોડકશનનું સ્થાનિક સ્તરે સંભાળતા રમેશ મારવાડાએ જણાવ્યા મુજબ અમે અરજી કરેલ છે, મંજુરીની અપેક્ષાએ લોકેશનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.  
 
વધુ વાંચવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bhuj fort made terrorist rendezvous, writing in urdoo
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended