Home »Kutchh »Bhuj» Arbaz Khan And Sunny Leone Kutch Guest

કચ્છનો ‘ઇંતઝાર’ પૂરો : સન્ની લિયોની-અરબાઝ બનશે અતિથિ

Bhaskar News, Mandavi | Apr 21, 2017, 03:57 AM IST

માંડવી:બોલીવુડની ફિલ્મ ‘તેરા ઇંતઝાર’ના અંતિમ દૃશ્યોના ફિલ્માંકન માટે યુનિટ આજે શુક્રવારથી કચ્છનું મહેમાન બનવાનું છે. કચ્છી નિર્દેશકો અમન અને બીજલ મહેતા દ્વારા 20 કરોડના ખર્ચે નિર્માણ પામનારી ફિલ્મનું મોરેશિયસ, હૈદરાબાદ, મુંબઇમાં શૂટિંગ થયા બાદ હવે ગાંધીધામમાં ઉદ્યોગપતિ શેખર અયાચીના બંગલે, સફેદરણ, હોલીડે રિસોર્ટ, હોટલ રેડિશન સહિતના સ્થળોએ શૂટિંગ કરાશે. આ ફિલ્માંકન આજે 21મીથી 28મી સુધી કરાશે આમ, પૂરું એક અઠવાડિયું હિરો અરબાઝ ખાન તથા હિરોઇન સન્ની લિયોની કચ્છના આંગણે મહેમાન બનવાના છે. 
 
યુનિટમાં જૂનાગઢના કો-પ્રોડ્યુસર નરેન્દ્ર સોની ઉપરાંત ગાંધીધામના જ હનીફ નોયડા પણ જોડાયેલા છે. હનીફભાઇ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તો છે જ ઉપરાંત સન્ની લિયોનીના બનેવીનો રોલ પણ કરી રહ્યા છે.
 
આ કલાકારો પણ આવશે
હનીફભાઇના જણાવ્યા મુજબ અરબાઝ ખાન શુક્રવારે તો સન્ની લિયોની રવિવારે આવવાના છે. આ ઉપરાંત આર્ય બબ્બર, સુધા ચંદ્રન, સલીલ અંકોલા, રિચા શર્મા, હનીસિંહ, ગૌહર ખાન સહિતના સિતારાઓ પણ આવવાના છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Arbaz khan and Sunny Leone kutch guest
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended