Home »Kutchh »Bhuj» Adani Developed Infrastructure In Queensland

અદાણી દ્વારા ક્વીન્સલેન્ડમાં માળખાગત સુવિધા વિકસાવાશે

Bhaskar News, Bhuj | Mar 18, 2017, 04:13 AM IST

  • અદાણી દ્વારા ક્વીન્સલેન્ડમાં માળખાગત સુવિધા વિકસાવાશે,  bhuj news in gujarati
ભુજ:  અદાણી જૂથ દ્વારા ઓસ્ટ્રેલિયામાં 16.50 અબજના ખર્ચે સ્થપાનારા કાર્મિકેલ માઇન અને રેલ પ્રોજેક્ટમાંથી થનારી આવકથી ક્વિન્સલેન્ડમાં વૈશ્વિક સ્તરની માળખાગત સુવિધાઅો અપાશે તેવી ખાતરીનો પુનરોચ્ચાર મુન્દ્રાની મુલાકાતે આવેલા પ્રિમિયર સમક્ષ કરાયો હતો. આ પ્રકલ્પ થકી કરોડો વીજળી વિહોણા ભારતીયોના ઘરમાં અજવાળાં પથરાશે તેમ આ તકે જણાવાયું હતું.
 
33 જેટલા સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે મુન્દ્રા આવી પહોંચેલા ક્વીન્સલેન્ડના પ્રમિયર એનેસ્તેસિયા પલાસ્કઝુકે મુન્દ્રા પોર્ટ અને અદાણીના પાવર પ્લાન્ટની મુલાકાત લઇને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ તકે તેમને ક્વીન્સલેન્ડમાં શરૂ થનારા કોલસા આધારિત વીજ ઉત્પાદન એકમ થકી 10 હજાર લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપવાની ખાતરી અપાઇ હતી.
 
આ એકમને મંજૂરી આપનારા ક્વીન્સલેન્ડના રાજ્ય વિભાગ તેમજ એન્વાયર્નમેન્ટલ ઓથોરીટીએ મૂકેલી શરતોને પાળવા અદાણી જૂથ કટિબદ્ધ છે તેમ પ્રતિનિધિ મંડળને જણાવાયું હતું. આ નવા પ્રજેક્ટના પગલે ઇન્ડો-ઓસ્ટ્રેલિયન સંબંધોને નવી દિશા મળશે તેમજ વ્યાપારના નવા દ્વાર ખૂલશે. આ ઉપરાંત પ્રોજેક્ટમાં થનારી આવકને કારણે ઓસ્ટ્રેલિયાની સરકારને 22 અબજ જેટલો માઇનિંગ ટેક્સ મળશે.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Adani developed infrastructure in Queensland
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended