Home »Kutchh »Bhuj» Accident Victims Pay Rs 3 Lakh On Mandavi

માંડવી બીચ પર અકસ્માતે મોત થશે તો રૂ. 3 લાખનું વળતર, ઘડી નવી નિતિ

Bhaskar News, Mandavi | Mar 06, 2017, 08:39 AM IST

માંડવી:  માંડવી બીચમાં અકસ્માતનો ભોગ બનનારાને નગરપાલિકા દ્વારા રકમ ચૂકવવાનો નિર્ણય લેવાયો છે, જેમાં ઇજા પામનારાને 1 લાખ, મૃત્યુની ઘટનામાં 3 લાખ રૂપિયા ચૂકવાશે.
માંડવીમાં દરિયો છે, જેમાં પ્રવાસીઓ સ્નાન કરવા આવતા હોય છે. જે દરમિયાન વાતાવરણમાં પલટો આવવાથી કુદરતી હોનારતમાં ભોગ બનનારાઓનો મોટો આંકડો બહાર આવ્યો છે, જેમા કોઇના પરિવારનો આધાર છિનવાઇ જવાથી કફોડી સ્થિતિમાં મૂકાઇ જતો હોવાનો રિપોર્ટ પણ મળ્યો છે. 

જેના પગલે માંડવી નગરપાલિકાએ આઇ.સી.આઇ.સી.આઇ. બેંક સાથે સંકલન સાધી પ્રવાસીઓને ઇજા સમયે 1 લાખ અને મૃત્યુ જેવી ઘટનામાં 3 લાખ સુધીની સહાય આપવાની નીતિ ઘડી કાઢી છે. જેનો ઠરાવ સામાન્ય સભામાં પસાર કરવામાં આવશે. એવું માંડવી સુધરાઇના અધ્યક્ષા સુજાતાબેન ભાયાણીએ જણાવ્યું હતું. કારોબારી ચેરમેન જીગ્નેશ કષ્ટાએ વધુમાં ઉમેર્યું હતું કે, માંડવી પાલિકાને ‘બ’ વર્ગ તરીકે વિકસાવવા સરકારના અભિગમને અનોખી રીતે સાર્થક કરવાના પ્રયાસ છે.

90 હજારનું પ્રિમિયમ
નગરપાલિકાના મુખ્ય અધિકારી સંદિપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, 1 કરોડના અકસ્માત વીમા કવચનો સુધરાઇને 1 વર્ષમાં 90 હજારનો પ્રિમિયમ આવશે.

અન્ય પાલિકા માટે અનુકરણીય પ્રયાસ
જિલ્લા ભાજપના પ્રમુખ અને ગુજરાત પ્રવાસન વિભાગના ડાયરેકટર કેશુભાઇ પટેલે દરિયાઇ કુદરતી આપતિ સમયે ભોગ બનનારા પરિવારને સહાયરૂપ થવાના માંડવી નગરપાલિકાના પ્રયાસને આવકાર્યો હતો. અન્ય નગરપાલિકાઓ પણ તેને અનુસરે તો પ્રવાસન ઉદ્યોગ સાથે સુધરાઇ પણ પ્રગતિ સાધી શકે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Accident victims pay Rs 3 lakh on Mandavi
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended