Home »Kutchh »Bhuj» દારૂ, જુગાર અને વેશ્યાના ધંધા ત્વરાએ બંધ કરાવવા તાકીદ

દારૂ, જુગાર અને વેશ્યાના ધંધા ત્વરાએ બંધ કરાવવા તાકીદ

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:00 AM IST

  • દારૂ, જુગાર અને વેશ્યાના ધંધા ત્વરાએ બંધ કરાવવા તાકીદ,  bhuj news in gujarati
કચ્છમાંલગભગ તમામ પોલીસ મથકોની હદમાં દારૂ, જુગાર અને વેશ્યા વ્યવસાયના ધંધા ચાલતા હોવાનો આક્ષેપ કરીને મુંબઇ સ્થિત કચ્છ લડાયક મંચે પશ્ચિમ અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષકોને અલગ-અલગ ત્રણ પત્ર પાઠવી ગેરપ્રવૃત્તિઓ તાબડતોબ બંધ કરાવવા માગણી કરી છે.

મંચના પ્રમુખ રમેશભાઇ જોષીએ ત્રણે ગેરકાયદે ધંધા માટે અમુક ભ્રષ્ટાચારી પોલીસે અસામાજિક તત્ત્વો સાથે સાંઠગાંઠ કરી હોવાના આક્ષેપ મૂકીને ફરિયાદ પત્રોમાં લખ્યું હતું કે, ત્રણ મામલા સામાજિક દૂષણના હોવાથી અનેક ઘર બરબાદ થઇ રહ્યા છે. ગેરકાયદે કૃત્ય કરનારાઓની સાથોસાથ હપ્તા લેનારા પોલીસ સામે ત્વરાએ પણ કાયદેસરની કાર્યવાહી કરવા તેમણે માગણી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, નલિયા દુષ્કર્મકાંડની બહુ ચર્ચા થયા બાદ અમુક ઇમાનદાર પોલીસો તથા જાગૃત નાગરિકો મંચને માહિતી આપી રહ્યા છે.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: દારૂ, જુગાર અને વેશ્યાના ધંધા ત્વરાએ બંધ કરાવવા તાકીદ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended