Home »Kutchh »Bhuj» 6 Lakhs Cigarette Theft In Bhachau

ભચાઉમાં તસ્કરો 6.40 લાખની સિગારેટ ચોરી ગયા, બીજા માલને હાથ પણ ન લગાડ્યો

Bhaskar News, Bhachau | Dec 29, 2016, 04:00 AM IST

  • ભચાઉમાં તસ્કરો 6.40 લાખની સિગારેટ ચોરી ગયા, બીજા માલને હાથ પણ ન લગાડ્યો,  bhuj news in gujarati
ભચાઉ:  ભચાઉમાં મંગળવારની રાત્રે ચોર શખ્સોએ શટરના તાળા તોડી 6.40 લાખની સીગરેટ્સના જથ્થાની ચોરી થઈ જતા વેપારી આલમમાં ચીંતાનું મોજુ ફેલાયુ હતુ. આટલા મોટા કાર્ટુનને લઈ જવા માટે ચોર શખ્સોએ કોઇ વાહનનો ઉપયોગ કર્યો હોવાનું મનાઈ રહ્યુ છે. તો આશ્ચર્યજનક રીતે તસ્કરોએ ગોડાઉનમાં અન્ય પણ માલસામાન પડ્યો હતો. તેને અડક્યા પણ નહતા.
 
ભચાઉના જય માતાજી ચોક નજીક હોલસેલ બજારમાં આવેલી નરોતમભાઈ ભચુભાઈ ઠક્કરની ભવાની સ્ટોર્સ નામની દુકાનના ગોડાઉનમાં રાખવામાં આવેલી વિવિધ કંપનીઓની સિગરેટ્સના 6,39,531 કિંમતના જથ્થાને ચોરી લેવાયો હતો. મંગળવારની રાત્રે તસ્કરોએ શટરના તાળા તોડી આ ચોરીને અંજામ આપ્યો હતો. 

10 કાર્ટુનની ચોરી કરવા માટે તસ્કરોએ કોઇ નાના વાહનનો સહારો લીધો હોય તેવી પણ સંભાવના છે ત્યારે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વેપારીની દુકાનમાંથી આટલી મોટા પ્રમાણમાં ચોરી થયાનું માલુમ થતા ભચાઉ શહેરના વેપારી મંડળના પ્રમુખ હર્ષદભાઈ ઠક્કર, ભરતભાઈ ઠક્કર, ભરતસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ ઠક્કર, અંબાલાલ ઠક્કર, મહેન્દ્ર ઠક્કર સહિતના અગ્રણીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 6 lakhs Cigarette theft in Bhachau
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext