Home »Kutchh »Bhuj» 45.8 Degree Temperature In Kutch, 124 Year Old Record Break

બલુચીસ્તાનના પવનોએ કચ્છને ‘ભઠ્ઠી’ બનાવ્યું, 124 વર્ષનો રેકર્ડ તુટ્યો

Bhaskar News, Bhuj | Apr 14, 2017, 10:26 AM IST

  • ગુરુવારે જિલ્લા મથક ભુજ 45.8 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતનું સૌથી ગરમ મથક બન્યું
ભુજ:મેરૂ અને મહેરામણની ઘેરાયેલા કચ્છમાં વર્તાઇ રહેલા સૌર પ્રકોપ વચ્ચે ગુરુવારે જિલ્લા મથક ભુજ 45.8 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતનું સૌથી ગરમ મથક બન્યું હતું. જોકે વર્ષ જૂનો રેકોર્ડ તૂટવાનું સાક્ષી પણ બન્યું હતું. એપ્રિલ મહિના સવાસો વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આટલી આગ ઝરતી ગરમી પડતાં જનજીવન પર તેની વિપરીત અસરો જોવા મળી છે. આ પૂર્વે 1893માં 30 એપ્રિલે 45.6 ડિગ્રી ઉષ્ણતામાન ભુજમાં નોંધાયું હતું.

ચૈત્ર મહિનામાં વિક્રમી ગરમી પડી રહી છે તો વૈશાખમાં શું થશે આ વિચારીને જ લોકોને પરસેવો છૂટી ગયો છે. શહેરનું લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 4 ડિગ્રી ઉંચુ (26.4 ડિગ્રી) રહેતાં રાત્રે પણ ઉકળાટ અનુભવાયો હતો. ભુજની જેમ ગાંધીધામમાં પણ આગ ઝરતી ગરમી પડતાં ઔદ્યોગિક શહેરના રહેવાસીઓ પણ પ્રખર તાપમાં શેકાયા હતા. કંડલા એરપોર્ટ 45.3 ડિગ્રી સાથે રાજ્યનું ત્રીજું સૌથી ગરમ મથક બન્યું હતું તો કંડલા પોર્ટમાં પણ મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં પારો 42 ડિગ્રી અને માંડવીમાં 41 ડિગ્રી પર રહ્યો હતો. બીજી તરફ બન્ની જેવા રણ નજીકના વિસ્તારો લોકો ગરમીમાં શેકાયા હતા.

કચ્છમાં હાલ ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશા એટલે કે બલુચીસ્તાનથી ગરમ પવન ફુંકાતા અગ્નિવર્ષા જેવી ગરમી પડી રહી છે. જાણકારોના કહેવા પ્રમાણે વર્તમાન હવામાનને કારણે અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાય અને વાવાઝોડું આવી શકે છે.

વધુ વાંચવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 45.8 degree temperature in kutch, 124 year old record break
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended