Home »Kutchh »Bhuj» 40 Thousand Account Holders 800 Crore Deposit In Madhapar Post Office

એશિયાના ધનિક ગામની પોસ્ટઓફિસ ધરાવે છે 800 crની ડિપોઝિટ, તસવીરોમાં જુઓ 'દશા'

Bhaskar News, Bhuj | Apr 15, 2017, 02:13 AM IST

  • માધાપરમાં 40 હજાર ખાતેદારો છતાં જર્જરિત ઇમારતમાં કામગીરી કરાય છે
ભુજ:  ભુજ નજીક આવેલું સમૃધ્ધ ગામ માધાપરમાં આવેલી પોસ્ટ ઓફિસ જેમાં કુલ રૂ.800 કરોડની ડિપોઝિટ રાખવામાં આવેલી છે જે ભારતમાં ડિપોઝીટની દ્રષ્ટિએ પ્રથમ પોસ્ટ ઓફિસ છે જેની ઇમારત વર્ષો થયા સાવ જર્જરીત  છે.40 હજાર ખાતેદારોની સંખ્યા ધરાવતી આ પોસ્ટ ઓફિસમાં ખાતેદારો ભયના માહોલ વચ્ચે કામગીરી કરે છે,કારણકે આ ઇમારત સાવ તુટેલા બીમ પર ઉભી છે અને ઉપરની બારી જો તુટે તો આખી ઇમારત ધરાશાઇ થાય તેમ છ અને મોટી જાનહાનિ પણ થાય તેવી હાલત છે ત્યારે અહીંનો સ્ટાફ પણ ભયના ઓથાર હેઠળ ફરજ બજાવી રહ્યા છે.

રાજકોટથી આવેલા પોસ્ટ વિભાગના પ્રાદેશિક અધિકારીએ પાસપોર્ટ ઓફિસના આરંભ વખતે માધાપરની આ જર્જરીત પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી અને તે પણ ડઘાઇ ગયા હતા અને પોસ્ટ વીભાગની કચેરી બીજા સ્થળે ખસેડવા તાત્કાલિક પગલાં લેવાય તેવી રજુઆત ઉચ્ચ કક્ષાએ લેવાશે તેવું આશ્વાસન આપ્યું છે તેમ માધાપર પોસ્ટ ઓફીસના ઇન્ચાર્જ પોસ્ટ માસ્તર વી.બી.ગરવાએ જણાવ્યું હતું. 
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 40 thousand account holders 800 crore deposit in Madhapar post office
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended