Home »Kutchh »Bhuj» 4 People Killed In Trailer And Rickshaw Between Accident At Gandhidham

ગાંધીધામમાં ટ્રેઇલરે છકડાને ઉડાવ્યો: ચારના મોત, લોહીના ખાબોચિયાં ભરાયાં

Bhaskar News, Gandhidham | Mar 19, 2017, 08:17 AM IST

  • નંદગામ પાસે ટ્રેઇલરે છકડાને ઉડાવતાં 4 લોકોના મોત નિપજ્યા
ગાંધીધામ:ભચાઉથી ગાંધીધામ આવતાં માર્ગ પર શનિવારે બપોરે બેથી અઢી વાગ્યા દરમ્યાન દ્રુત ગતિથી ભાગતા કાળમુખા ટ્રેઇલરે આગળ જતા છકડાને ઉડાવી મુક્યો હતો જેના કારણે હવામાં ફંગોળાયેલા છકડામાંથી અંદર બેઠેલા 8 લોકો માર્ગ પર આવી પડ્યા હતા. આ પૈકી 4 પ્રવાસીઓએ જાન ગુમાવતાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. બાકીના 4 લોકોની હાલત અત્યંત નાજુક હોતાં તેમને પ્રથમ ભચાઉ અને બાદમાં મારતા વાહને ભુજ ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે હાઇવે રક્તરંજીત બન્યો હતો અને ઠેર-ઠેર લોહીના ખાબોચીયા ભરાયા હતા.

નંદગામ પાસે ટ્રેઇલરે છકડાને ધડાકાભેર ઠોકર મારી

ભચાઉથી ગાંધીધામ તરફ જઇ રહેલા છકડા નં. જીજે12-એક્સ-8651 ને પાછળથી ધસમસતા આવેલા અને છેલ્લી ઘડી સુધી કન્ટ્રોલ ન થઇ શકેલા ટ્રેઇલર નં. જીજે12-એઝેડ-4128ના ચાલકે ધડાકાભેર ઠોકર મારતાં છકડો હવામાં ફંગોળાઇ ગયો હતો અને પેસેન્જરોને એક પછી એક બહાર ફેંકી દઇ ઉભો રહી ગયો હતો. છકડામાં સવાર 8 પેસેન્જરો પૈકી હનિફ સુલેમાન છરેચા (ઉ.-22, રહે. ખારીરોહર) તથા રામસ્વરૂપ શ્રવણ ગુજ્જર (અન્ય કોઇ વિગત મૃતક સબંધે સામે આવી નહોતી) ત્યાંને ત્યાં જ કાળનો કોળીયો બની ગયા હતા.

અકસ્માતમાં 8 પેસેન્જરોમાંથી 4ના મોત
 
અકસ્માતના પગલે આખા માર્ગ પર પેસેન્જરો પડ્યા હોઇ ટ્રાફિક અટવાઇ ગયો હતો. આ પછી 108 ને કોઇએ ફોન કરતાં ગાંધીધામ અને ભચાઉથી એમ્બ્યુલન્સ દોડી હતી અને ઘાયલોને પ્રથમ ભચાઉ લઇ જવામાં આવ્યા હતા જ્યાં દરેકની હાલત ગંભીર હોતાં બધા જ ઇજાગ્રસ્તોને 108 મારફતે ભુજ ખસેડવામાં આવ્યા હતા. દરમ્યાન ભચાઉ ખાતે જ સાકીરહુશેન ગફુર મોહત (રહે. રાજસ્થાન, ઉંમર સામે આવી નહોતી) એ પણ જીંદગી ગુમાવી હતી. બાકીના પાંચ ઘાયલોને ભુજ લઇ જતી વખતે વધુ સારવાર નસીબ થાય એ પહેલાં જ ભચુભાઇ રાયધણ કોલી (ઉ.-35)  એ પણ જીવ ગુમાવી દેતાં મૃતાંક 4 થયો હતો.
 
વધુ તસવીરો આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો, 4 પેસેન્જરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા...
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 4 People Killed in Trailer and Rickshaw Between Accident at Gandhidham
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended