Home »Kutchh »Bhuj» 3 Diesal Theft Arrested In Bhuj

ભુજમાં 3 ડીઝલ ચોર પકડાયા : 3 ઘરફોડ સહિત 5 ચોરી કબૂલી

Bhaskar News, Bhuj | Apr 15, 2017, 04:31 AM IST

ભુજ:  પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે ભુજના જીઆઇડીસી રોડ પરથી બાતમીના આધારે નાના દિનારા ગામના ત્રણ શખ્સને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછતાછમાં માધાપર હાઇવે પરથી ટ્રકમાંથી તેમજ નખત્રાણા તાલુકાના નિરોણામાંથી ડીઝલ ચોરી કરી હોવાની કબૂલાત આપતા પાંચ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
 
પ્રાપ્ત વિગતો મુજબ સિધીક વેલાભાઇ સમા, અયુબ મલુક સમા અને  મજીદ તૈયબ સમાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે ભુજના જીઆઇડીસી રોડ પરથી ધરપકડ કરી લીધી હતી, તેમના કબજામાં રહેલી જીપ જીજે-16-એએ-4658માંથી 15 હજારની કિંમતનું 300 લિટર ડીઝલ ભરેલા પ્લાસ્ટિકના 7 કેરબા કબજે કર્યા હતા. 

પોલીસે  આરોપીઓની પૂછતાછમાં દોઢ માસ પહેલાં નખત્રાણાના નિરોણા ગામ પાસે નવા બનતા સબ સ્ટેશનમાંથી બે વખત ડીઝલની ચોરી તેમજ આસરે દોઢેક મહિના અગાઉ ભુજ જીઆઇડીસીમાં ટ્રકમાંથી આશરે 400 લિટર ડીઝલની ચોરી તથા ભુજ તાલુકાના માધાપર ગામે સોનાપુરી પાસે રહેતા સુમરાના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા સહિત 1,05,000ના મુદ્દામાલની ચોરી, તદુપરાંત પાંચેક મહિના પહેલાં માધાપર ગામે સોલંકીભાઇના મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.  

જ્યારે એક  વર્ષ પહેલાં અબડાસાના નલિયા પાસે આવેલા બાલાપર ગામે રોકડા 5000ની ચોરી કરી તથા એક હારની ચોરી સહિત પાંચ ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. એલસીબીએ ત્રણેય આરોપીની ધરપકડ કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે આગળની કાર્યવાહી માટે સોંપી દેવામાં આવ્યા હતા.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 3 diesal theft arrested in Bhuj
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended