Home »Kutchh »Bhuj» 20,000 Years Of Earthquake Study Started In The Desert, Found Main Column

રણમાં 20 હજાર વર્ષમાં આવેલા ભૂકંપનો અભ્યાસ શરૂ, મળ્યો મુખ્ય સ્તંભ

Bhaskar News, Bhuj | May 18, 2017, 02:25 AM IST

  • છેલ્લા બે માસથી ભૂસ્તર વિજ્ઞાનીઓ તથા પુરાતત્ત્વવિદો અભ્યાસ કરી રહ્યા છે.
ભુજ:કચ્છના રણમાં છેલ્લા 20 હજાર વર્ષ દરમિયાન થયેલા ભૂપૃષ્ઠિય ફેરફારો તથા ભૂકંપને લગતા બદલાવો પર છેલ્લા બે માસથી ભૂસ્તર વિજ્ઞાનીઓ તથા પુરાતત્ત્વવિદો અભ્યાસ કરી રહ્યા છે. સરહદે આવેલા પ્રતિબંધિત અને અત્યંત દુર્ગમ એવા રણપ્રદેશમાં કરાયેલાં સંશોધન દરમિયાન 1819ના ભૂકંપ વખતે અલ્લાહબંધ વિસ્તારમાં વિનાશ પામેલા વહાણનો પ્રમુખ સ્તંભ મળી આવતાં રોમાંચિત બન્યા હતા. આ ઉપરાંત કરીમશાહી તથા વિઘાકોટ વિસ્તારોમાં અનેક પુરાતત્ત્વીય અવશેષો પ્રાપ્ત થયા હતા.
 
આઇ.આઇ.ટી.-ખડગપુરના પ્રો. અનિંદય સરકારે કચ્છને પસંદ કરતાં  કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાર્યનમેન્ટલ સાયન્સ વિભાગ દ્વારા  કચ્છના છેલ્લા 20000 વર્ષના ક્લાઇમેટ ચેન્જ તથા વિવિધ સભ્યતાઓના ચઢાવ-ઉતાર ઉપર ગહન સંશોધન કરાઇ રહ્યું છે. આ કાર્ય માટે સમગ્ર ટીમ રણ વિસ્તારોમાં કેટલાય મીટર નીચેથી માટીના નમૂનાઓ લઇ રહી છે. 

આ સંશોધનના ભાગરૂપે 1819ની 16મી જૂને આવેલા વિનાશક ભૂકંપ દ્વારા રચાયેલા અલ્લાહબંધ નામના ઉત્થાન પામેલા રણના ભૂમિ ભાગ પર તેઓનું કાર્ય ચાલી રહ્યું હતું, ત્યારે એન્વાયર્નમેન્ટલ સાયન્સ વિભાગના વડા ડો. એમ.જી. ઠક્કર અને અન્ય વિજ્ઞાનીઓને નાના-નાના વહાણોના ભંગાર તેમજ વહાણનો પ્રમુખ સ્તંભ મળી આવ્યો હતો. 100 કિલો વજનનો આ સ્તંભ કચ્છ યુનિવર્સિટીના મ્યૂઝિયમમાં ગેલેરીમાં સ્થાન પામશે. 

આ ઉપરાંત તે જ જગ્યાએથી મળેલા અન્ય માટીના પાત્રોના અવશેષો પણ મધ્યયુગીય માલૂમ પડ્યા છે. બી.એસ.એફ.ના કમાન્ડન્ટ તેમજ અન્ય સંત્રીઓએ સંશોધન કામમાં શક્ય તેટલી બધી જ મદદ કરવા તત્પરતા દર્શાવી હતી.
 
આ ટીમમાં કચ્છ યુનિવર્સિટીના ગૌરવ ચૌહાણ, અનિલ ચૌહાણ, કેતન ચાસ્કર, ચિંતન વેદપાઠક, સૂરજ ભોંસલે, અભિષેક લાખોટે, સુમેધ, સુમિત, સાકેત અને હેત જોષી તેમજ આઇ.આઇ.ટી.-ખડગપુરના પ્રો. અનિંદય સરકાર, પી.આર.એલ.ના ડો. નવીન જુઆલ, શુભ્રા શર્મા તથા ડેક્કન યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગના ડો. આરતી દેશપાન્ડે જોડાયા છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો
 
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 20,000 years of earthquake study started In the desert, found main column
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended