Home »Kutchh »Bhuj» 2 Friends Dept In Kidana Pond

કિડાણાના તળાવમાં ડૂબી જતાં તરૂણ વયના 2 મિત્રના જીવ ગયા

Bhaskar News, Gandhidham | Mar 21, 2017, 03:40 AM IST

  • કિડાણાના તળાવમાં ડૂબી જતાં તરૂણ વયના 2 મિત્રના જીવ ગયા,  bhuj news in gujarati
ગાંધીધામ:ગાંધીધામ તાલુકાના કિડાણા ખાતે સોમવારે બપોરે ન્હાવા પડેલા મિત્રોની ટોળકી પૈકી બે મિત્રોના પગ ઝાડીમાં અટવાઇ જતાં બન્ને ડુબવા લાગ્યા હતા જેના પગલે બન્નેએ મરણચીસો પાડતાં લોકો એકઠા થઇ ગયા હતા અને બચાવ માટે પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ આ બન્ને તરૂણોને બહાર કઢાયા ત્યારે બન્નેના દેહમાંથી જીવ ન હોવાનું સામે આવ્યું હતું. બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટીનું મોજું ફરી વળ્યું હતું.

ગાંધીધામના રોટરીનગર વાવાઝોડા કેમ્પમાં રહેતા તરૂણ મિત્રો સોમવારે બપોરે 3 વાગ્યાના અરસામાં ગરમી બહુ હોવાથી નજીક જ આવેલા કિડાણાના તળાવમાં ન્હાવા માટે ગયા હતા.
જ્યાં પાણીમાં ઉતરેલા તરૂણો પૈકી અભિષેક શશિભાઇ શાહ (ઉ.14) અને સુજીત સુરેન્દ્ર શર્મા (ઉ.16)ના પગ ઝાડીઓમાં ફસાઇ જતાં આ બન્ને તરૂણોએ બચાવ માટે પ્રયાસો કરતાં બુમાબુમ કરી મુકી હતી, જેના પગલે ગામના લોકો તુરંત એકઠા થઇ ગયા હતા અને જેમને તરતાં આવડતું હતું, એવા 5થી 7 જેટલા લોકો પાણીમાં કૂદી પડ્યા હતા. 

પરંતુ આ બન્ને તરૂણોને રેસ્ક્યૂ કરી બહાર લવાતાં બન્ને તરૂણોના નાક-મોમાંથી પુષ્કળ પાણી કાઢવામાં આવ્યું હતું, ત્યારે બન્ને તરૂણો જીવીત ન હોવાનું સામે આવતાં ઉપસ્થિતોમાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી. બાદમાં બન્નેને તાત્કાલિક રામબાગ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ જયેન્દ્ર પાંચોટિયાએ બન્નેને મૃત જાહેર કરી પોલીસને બનાવ સંબંધે જાણ કરી હતી.

અન્ય 3 મિત્ર બહાર નીકળી ચાલ્યા ગયા
રોટરીનગરના 5 તરૂણો નહાવા માટે ગયા હતા. થોડીવારની મોજમસ્તી બાદ બે મિત્રો ડુબવા લાગતાં અન્ય મિત્રો ભયના કારણે બહાર નીકળી ગયા હતા અને ત્યાંથી દોડીને ઘર તરફ ચાલ્યા ગયા હતા, એ રીતે તેમનો બચાવ થયો હતો. બીજું કે, આ તળાવની આસપાસ કોઇ જાતનું બોર્ડ ન્હાવા સંબંધે લગાવવામાં આવ્યું નથી. તળાવની ઉંડાઇ જોતાં તેમાં ન્હાવું જોખમી હોવાની લોકોને જાણ થાય એ માટે ત્યાં દરેક દિશામાં બોર્ડ લગાવવું આવશ્યક હોવા છતાં આ બેદરકારી સામે આવતાં લોકોમાં રોષ ફેલાયો હતો. 

અગાઉ શિણાયમાં આદિપુરના 4 તરૂણ ભોગ બન્યા હતા
ગત વર્ષના ધૂળેટીના દિવસે 24/3/16ના આદિપુરના સાતવાળી વિસ્તારમાં રહેતા 11થી 14 વર્ષની વયના 4 બાળકો શિણાય સીમમાં આવેલા પાણીના ઉંડા ખાડામાં ન્હાવા પડ્યા હતા, જ્યારે તેમનો મિત્ર પાણીથી ભય લાગતો હોઇ દૂર બેસી રહ્યો હતો. ન્હાવા પડેલા ચારેય મિત્રો ડુબવા લાગ્યા હતા એટલે તરત જ તેનેે દોડી જઇ સાતવાળીમાં વાત કરતાં લોકો ધસી ગયા હતા અને દેહોને બહાર કાઢતાં આક્રંદ છવાઇ ગયો હતો. એ ઘટના હોળી તાજેતરમાં જ પસાર થઇ હોવાથી તાજી થઇ હતી.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 2 friends dept in kidana pond
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended