Home »Kutchh »Bhuj» 12 Days On Remand 3 Politician Accused In Naliya Rape Case At Bhuj

નલિયા સેકસકાંડ: દુષ્કર્મના આરોપી 3 રાજકારણી 12 દિવસના રિમાન્ડ પર

Bhaskar News, Bhuj | Feb 13, 2017, 05:18 AM IST

  • નલિયા સેકસકાંડ: દુષ્કર્મના આરોપી 3 રાજકારણી 12 દિવસના રિમાન્ડ પર,  bhuj news in gujarati
ભુજ:બહુચર્ચીત નલિયા દુષ્કર્મ કાંડમાં આઠ આરોપીઓની ઘરપકડ કરી પકડાયેલા ગાંધીધામના ત્રણ ભાજપના કાર્યકરોને મુન્દ્રા કોર્ટમાં રવિવારે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કરતાં એક કલાક ચાલેલી સૂનાવણી બાદ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજુર થયા હતા, રિમાન્ડ મળતા પોલીસે વધુ એક ભાગેડુ આરોપીને પકડવા તપાસ તેજ કરી છે.

પીડીતાએ ફરીયાદમાં દર્શવેલો નાસતો ફરતો નવમો આરોપી વિપુલ ઠકકર જે હજુ પોલીસને હાથ લાગ્યો નથી ત્યારે પકડાયેલા આરોપીઓના રિમાન્ડ દરમિયાન કેસને લગતી ખુટતી કળીઓ અને ભાગેડુ આરોપી વિપુલ ઠકકરને ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા છે.

કોંગ્રેસે માનવસાંકળ રચીને કાર્યવાહીની માગ કરી

નલિયા દુષ્કર્મ કેસમાં ભાજપના મોટા માથાઓ સુધી રેલો આવે તેમ છે તેવો આક્ષેપ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સમગ્ર રાજ્યના જિલ્લા મથકો પર માનવસાંકળ રચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદના ઇન્કમટેક્સથી લઇને નહેરુનગર બ્રિજ સુધી લાંબી ત્રણ કિમી માનવસાંકળ રચવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરો  અને પોલીસ વચ્ચે ઝપાઝપી  થતા ઘડીભર મામલો તંગ થઇ ગયો હતો. જો કે પોલીસે તમામની અટકાયત કરતી હતી. આવીરીતે અન્ય જિલ્લા મથકો પર પણ દેખાવો કરીને નલિયાકાંડમાં સંડોવાયેલા ભાજપના નેતાઓ સામે નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માગણી કોંગ્રેસે કરી હતી.

સેક્સકાંડની તપાસ CBIને સોંપો: અલ્પેશ

નલિયામાં ભાજપના પ્રશક્ષિણ વર્ગના નામે આચરવામાં આવેલા સેકસકાંડમાં ભાજપના મોટા માંથા સંડાવાયેલા હોવાના કારણે તપાસના નામે નાટક કરવામાં આવી રહ્યા છે. તેના કારણે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ થાય તે માટેની સીબીઆઇને તપાસ સોંપવાની માંગણી ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે કરી છે.  અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુ કે છેલ્લા એક વર્ષથી સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી ગઇ છે. સ્થિતિ એટલે સુધી કથળી છે કે ભાજપના નેતાઓ પર હુમલા કરવાના થપ્પડ મારવા સહિતના બનાવો પણ બની રહ્યા છે. 
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 12 Days on Remand 3 Politician Accused in Naliya Rape Case at Bhuj
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended