Home »Kutchh »Bhuj» 1 Crore Spend For CC Road In Bhuj City

અહો આશ્ચર્યમ્! ભુજ શહેરમાં CCરોડ પાછળ હજી વધુ 1.10 કરોડ ખર્ચાશે

Bhaskar News, Bhuj | Mar 21, 2017, 03:27 AM IST

  • અહો આશ્ચર્યમ્! ભુજ શહેરમાં CCરોડ પાછળ હજી વધુ 1.10 કરોડ ખર્ચાશે,  bhuj news in gujarati
ભુજ:  ભુજ નગરપાલિકા દ્વારા સંસ્કારનગર વિસ્તારમાં 80 લાખ અને જૂની રાવલવાડી, ગાયત્રી ચોક પાસેના દલિતવાસમાં 30 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવશે, જેમાં ક્યાં અને કેટલા રોડ બનવાના છે તે બતાવાયું ન હોવાથી 1.10 કરોડના ખર્ચથી આશ્ચર્ય ફેલાયું છે.
 
મુખ્ય અધિકારી નહી પરંતુ ક્લાર્કની સહી સાથે મોકલાયેલી અખબારી યાદીમાં જણાવાયું હતું કે, સંસ્કારનગર વિસ્તારમાં યુ.ડી.પી. 88ની ગ્રાન્ટ અને જનભાગીદારીથી 80 લાખના ખર્ચે બનનારા સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું.
 
જ્યારે જૂની રાવલવાડી વિસ્તારમાં 30 લાખના ખર્ચે બનનારા સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું છે, જેમાં ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, સુધરાઇ પ્રમુખ અશોકભાઇ હાથીએ શ્રીફળ વધેરી ધાર્મિક વિધિ કરી હતી. આ તકે કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, ડો. રામ ગઢવી, મહિદીપસિંહ જાડેજા, ગોદાવરીબેન ઠક્કર, ચૌલાબેન સોની સહિતના હાજર રહ્યા હતા. એવું ગૌરાંગ આચાર્યએ જણાવ્યું હતું.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 1 crore spend for CC Road in Bhuj city
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended