Home »Jokes »Tadafadi» Funny Joke On Navratri Garba

વાત વાતમાં: ગરબાનું ‘તડકા-મિક્સ’ !

Mannu Shekhchalli | Oct 10, 2016, 15:46 PM IST

આહાહા... આખરે તકડો નીકળ્યો ખરો ! બિચારા ગરબા ઓર્ગેનાઈઝરોને કેટલાનો લોસ ગયો બધું ગણવાને બદલે હવે જેટલાં બચ્યાં છે એટલાં નોરતામાં પેટ ભરીને નાચી લઈએ ?

હવે તો ઓરીજીનલ ગરબાઓમાં ‘તડકો’ પણ મારી શકાય છે...
 
ઓરિજિનલ
 
ફૂલગજરોરે મારો ફૂલગજરો
ગુંથી લે માલણિયા
મારો હાથ ગજરો...
 
તડકા-મિક્સ
 
ફૂલતડકો રે આવ્યો ફૂલ તડકો
નથી રે માંડવામાં
આજે કોઈ કડકો !
..............
ઓરિજિનલ
 
આજનોચાંદલિયો મને
લાગે બહુ પ્યારો
કહી દો સુરજને કે
ઊગે નહિ ઠાલો....
 
તડકા-મિક્સ
 
આજનોસુરજ તો મને
લાગ્યો બહુ વ્હાલો
કહી દો ટેન્કરને...
કે નાંખે નહીં છાંટો !
..............
ઓરિજિનલ
 
હેખજુરી, હે ખજુરી... તારો
ઝરમરિયાળો... ઝરમરિયાળો...
લીલો પીળો... વાન રે
રિમઝિમ રિમઝિમ વાયરા...
ચ્યોં રમી આયા ?
 
તડકા-મિક્સ
 
હેસબૂરી ! રાખ સબૂરી... બાળા !
તારો, અધમણિયાળો... અધમણિયાળો...
ભીનો ભીનો... ઘાઘરો !
ધીમા ધીમા ધીમા ધીમા તડકે
નાંખ્યો છે સૂકવવા !
..............
ઓરિજિનલ
 
એકવાદળી બુસટવાળી
છોકરી રૂપાળીએ
ગામડાની ગોરીએ માયા લગાડી
તડકા-મિક્સ
 
એકકાળી છતરીવાળી
છોકરી સ્કુટીવાળીએ
રેઈનકોટ ઝાલીને માયા લગાડી !
..............
 
ઓરિજિનલ
મનેમાવતર મળે તો મેલડી જેવા મળજો
તડકા-મિક્સ
મનેપાસ મળે તો કોરા ગ્રાઉન્ડના મળજો...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: funny joke on navratri Garba
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended