Home »Jokes »Tadafadi» Most Funny Jokes And Article On Garba Pass

નોરતાં સાથે શરૂ થઈ બકાની પાસની મોંકાણ, લઈ જવી છે બકુડીને ગરબે

મન્નુ શેખચલ્લી | Oct 03, 2016, 12:44 PM IST

“મન્નુભઈ, નોરતોં આઈ જ્યોં !” 
“તો ?” 
“યાર, પાશનું કોંક કરો ?” 
અમારો બકો આજકાલ ઘાંઘો થઈ ગયો છે. એની બકુડીને (અથ‌વા બીજી ઝમકુડીઓને) ગરબામાં લઈ જવા માટે પાસ શોધતો ફરે છે. દિવસમાં દસ વાર ફોન કરે છે : 
“મન્નુભઈ, પાશનું કોંક કરો ?” 
હું કહું છું “બકા, થાય એવું નથી.” પણ માનતો નથી. 
“મન્નુભઈ, તમીં તો ર’યા છાપામોં. તમારે તો મોટોં મોટોં માથોં જોડે કોન્ટેક હોય. તમીં પોંચ-દહ પાશ વધારે મોંગો તો કુંણ ના પાડવાનું ?” 
હું એને સમજાવું છું કે બકા, એમ પાસ મેળવવાનું સહેલું નથી. તો તને એ‌વું લાગે, બાકી આજે આનંદીબહેને પણ ક્યાંક ગરબા જોવા જવું હોય તો કોની પાસે પાસ માગે? અને શી રીતે માગે ? અને ચલો, માગે તો માગે, પણ પછી ગરબામાં જાય શી રીતે ? મીડિયાવાળા પાછળ ના પડી જાય?... “હવે કેવું લાગે છે ? રમવા આવ્યા છો કે ખાલી જોવા? કોઈ નવી માનતા રાખી છે ?”... માથું ખાઈ જાયને ! 
છતાં અમારો બકો તંત છોડતો નથી. આથી અમે નક્કી કર્યું છે કે ગુજરાતભરના તમામ બકાઓને થોડી બેઝિક સલાહો આપી દેવી... 
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને વાંચો આખો આર્ટિકલ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny jokes and article on Garba Pass
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended