Home »Jokes »Tadafadi» Most Funny Article On India-Pakistan Relation

Funny: નહીં જ સુધરે આ પાકિસ્તાન, તેની નસ-નસમાં ભરી છે નફ્ફટાઇ

મન્નુ શેખચલ્લી | Sep 22, 2016, 11:59 AM IST

આન્ટીએ પકિયાને જોરથી “હાત્તાઆઆ...!” કરી દીધુંને? ત્યારથી ભોલુ ફરી રાજી રાજી થઈ ગયો છે! 
જીહા, વાર્તા ભોલુ અને પકિયાની છે. 
ભોલુ નાનપણથી ભોળો અને પકિયો નાનપણથી શેતાન. ભોલુ મોટો, પણ માત્ર દેખાવમાં જ. બાકી આમ પોચો. અને પકિયો દેખાવમાં નાનો. બાકી મહા તોફાની. 
નાનો હતો ત્યારથી પકિયો ભોલુના વાળ ખેંચે, ધોલ મારે, પગમાં આંટી મારી ગબડાવી પાડે... 
ભોલુ રડતો રડતો મમ્મી પાસે જાય “એંએંએં... મમ્મી મમ્મી મને પકિયાએ માલ્યું...” 
મમ્મી ભોલુને સમજાવે, ભોલુ બેટા, તું તો ડાહ્યો દીકરો છે ને! તારાથી આમ રડાય?” 
“પણ મમ્મી, પકિયો મને લોજ હેલાન કલે છે” 
“સારું, આપણે આન્ટીને કહીશું, બસ?” 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને વાંચો આખો આર્ટિકલ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny article on India-Pakistan relation
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext