Home »Jokes »Daily Jokes »Other Jokes» Most Funny Article Of Biopic

બકાને બનાવવી છે બાયોપિક, રોલના તો ઠેકાણા નથી

મન્નુ શેખચલ્લી | Oct 24, 2016, 15:29 PM IST

  • બકાને બનાવવી છે બાયોપિક, રોલના તો ઠેકાણા નથી,  other jokes news in gujarati
અમારો બકો ગમે ત્યારે અમને ફોન કરે છે અને મનમાં આવે તેવા સવાલો પૂછે છે. મૂળ મહેસાણાનો છે એટલે એની બોલીમાં ભલભલા શબ્દોની પથારી ફરી જાય છે. 
“મન્નુભઈ, ચમ બોલ્યા નંઈ ? બાયોપી અટલે શુ ?” 
“બાયોપી?” અમે કહ્યું “બકા, એવો કોઈ વર્ડ નથી.” 
“કુંણે કીધું નહીં ? મારી બકુડી જોડે મું પેલું ધોનીવારું પિક્ચર જોવા ગયેલો, તાણ બકુડી મને કે’તી ’તી કે તો ધોનીની બાયોપી છે...” 
“અંહં...” અમને લાઈટ થઈ. “બકા, બાયોપી નહિ, એને બાયોપિક કહેવાય.” 
“અચ્છઆ અચ્છા..” 
“જેમ કે આપણા દેશની મેરીકોમ નામની મહિલા બોક્સરની ફિલ્મ આવી ગઈ. એને બાયોપિક કહેવાય.” 
“હમજી જ્યો. ટૂંકમાં કોઈ ખેલાડીની સ્ટોરી લઈને પિચ્ચર બણાવે તો બાયોપીક કે’વાય... જેણે કે પેલું સલમાનવારું સુલતાન.” 
“ના બકા, ના !” અમે બકાને અટકાવ્યો “સુલતાન નામનું પાત્ર તો કાલ્પનિક હતું. તો રિયલ લાઈફમાં કોઈ વ્યક્તિ હોય એની જિંદગી પર આધારિત કોઈ પિક્ચર બનાવે તો એને બાયોપિક કહેવાય. જેમ કે હમણાં અણ્ણા હજારેની બાયોપિક આવી ગઈ.” 
“લો ! પિચ્ચર અતું?” મને તો ઈમ કે ડોકુમેંટરી હૈશે.. કારણ શુ કે પેલો અણ્ણા એક્ટર જોણીતો નંઈ ને...” 
“હા, બાકી અઝહર પિક્ચર તો તેં જોયું ને ? પેલા ક્રિકેટર અઝહરુદ્દીનની લાઈફ ઉપરથી બનેલું.” 
“અચ્છાઆઆ... અવ હમજ્યો !” 
“શું ?” 
“મેં કીધું, ઈમરાન હાશમીને મૂંછો જરાય હારી નંહીં લાગતી છતોંય ચમ મૂછો ઉગાડીને ફરે હે ? અને હાશમીનું પિક્ચર છે, છતાંય ક્રિશીંગવારા શીન ચમ નહીં આવતા ? પણ અવે હમજઈ જ્યું, બચાડા અઝરને કીશીંગવારુ ના ફાવતુ હોય તો ઈમોં બચાડો હાશમી યે શુ કર ?” 
અમે હસવા લાગ્યા “જે હોય તે પણ તું સમજી ગયો ને, કે બાયોપિક કોને કહેવાય ? ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, બાબાસાહેબ આંબેડકર... આવા બધા મહાન માણસોની પણ બાયોપિક બની ચૂકી છે.” 
“એ ખરું મન્નુભઈ, પણ હાવ ઓર્ડીનરી મોંહમદની બાયોપી ના બણે ?” 
“બને ને ?” અમે કીધું “જીતનરામ માંઝી નામના એક સાવ મામૂલી માણસની જિંદગી પરથી એક ફિલ્મ બની છે. પણ બકા, એણે કામ મામૂલી માણસ જેવું નહિ, મહાન માણસ જેવું કર્યું હતું. એણે આખો એક પહાડ ખોદીને એકલે હાથે રસ્તો બનાવી નાંખ્યો હતો.” 
“અચ્છા ! એવું ? તો તો મન્નુભઈ ! આપડે આપડી લાઈફની બાયોપી બણાવવી છે !” 
“તારી બાયોપિક ?” અમે હસવા લાગ્યા “તેં શું ધાડ મારી છે જિંદગીમાં ?” 
“મેં નહીં મારી, પણ મારું નોંમ ચેટલું ફેમશ છ? વોટ્શેપ પર મારા મેશેજો ફરતા ’તા... બકા, તકલીફ તો રે’વાની... જો બકા, લાયસન તો રાખવું પડે નકર પોલીસ પકડે...” 
“પણ બકા-” 
“અરે મન્નુભઈ, એક રેડીયોવારા તો મારા નોંમના જોકો બણાવે હે ! મુ આટલો ફેમશ છું તો મારી બાયોપી ચમ ના બણે ?” 
“બકા...” અમે એને કીધું “એના માટે તારે કંઈ પરાક્રમ તો કરવું પડે ને ? બાકી બાયોપિક તો ડાકુરાણી ફૂલનદેવી ઉપર પણ બની છે.” 
“ઈમ? તો મુ શુ કરું ? ડાકુ બણી જઉં ?” 
“બંદૂક જોઈ છે કદી ?” 
વિજય માલ્યાની જેમ કરોડનું કરી નોંખું ?” 
“પાનવાળાની ઉધારી કેટલી કરી ?” 
“અચ્છા છોડો, લાલુ યાદવની જેમ મોટું કરોડોનું કૌભાંડ કરી નોંખું ?” 
“કરોડોનું છોડ બકા, લાખ રૂપિયા સગી આંખે જોયા છે કદી ?” 
“તમે યાર મન્નુભાઈ, મને ઓંમ ઉતારી ના પાડો! મું કોંક તો એવું કરી નોંખું કે કોઈને મારી બાયોપી બણાવવાનું મન થઈ જોંય.”
“શું કરીશ તું બકા ?” 
“સામે છેડેથી બકાનો જવાબ ના આવ્યો. અમને થયું કે બકાને આમ સાવ નિરાશ ના કરવો જોઈએ. અમે કહ્યું “જો બકા, તું કમ સે કમ કોઈ બાયોપિકમાં એક્ટીંગ તો કરી શકે ને ?” 
“હા ! બકો ખુશ થઈ ગયો” “મન્નુભઈ ! જો કોઈ આસારામની બાયોપી બણાવે ને, તો મને કે’જો ! આપડાને એવી એક્ટીંગ કરવામોં ઈન્ટ્રશ ખરો...” 
- અમો શું કહીએ? હવે તો તમે બકાને કહો કે બકા, આવું છે... 
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny article of Biopic
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext