JOKES
Home » Jokes » Tadafadi » This Are The Twist On Applications In Smartphones By Manu Shekhchalli

તડાફડી

બકાને જોઈએ છે નવાં ‘એપ’ !

Manu Shekhchalli | Sep 12, 2016, 09:37AM IST
1 of 3

 
મારો એક બકો છે. મને અવાનવાર ‘કાગર’ લખે છે. પણ બકાનું શું છે, જેવું બોલે છે એવું લખે છે અને લખે છે એ‌વું બોલે છે.
આજકાલ અમને ફોન કરતો થઈ ગયો છે. બે દિવસ પહેલાં એનો ફોન આવ્યો :
“મન્નુભાઈ, એપ એટલે શુ ?”
“બકા, એપ એટલે એપ્લીકેશન.”
“આધાર ક્યાડ માટે કરવાની હોય એવી એપલીકેસન?”
“ના ના, એવી નહિ..”
બકો કાર્ડને ‘ક્યાડ’ કહે છે, એપ્લીકેશનને ‘એપલીકેસન’ કહે છે અને લાયસન્સને ‘લાયસન’ કહે છે.
“આધાર ક્યાડ જેવી નંઈ તો ચેવી ? લાયસન માટે કરવી પડ, એવી ?”
“ના ના... એપ તો મોબાઈલમાં હોય. જેમ કે વોટ્સએપ છે ને, એક જાતની એપ્લીકેશન છે.
“ઈમ ? પણ હાહરું વોટસેપ તો અરજી કર્યા વના મલી જાય છ. તોય ઈને એપ્લીકેસન ચમ કે’તા હશે?”
“તું બધું છોડ, બકા. મોબાઈલમાં ગુગલને એપ કહેવાય અને યુ-ટ્યૂબને પણ એપ કહેવાય. હવે તો રૂપિયાની લેવડ-દેવડ કરવાનાં એપ નીકળ્યાં છે. ડાયરેક્ટ ખાતામાં જમા થઈ જાય અથવા મોબાઈલમાં બેલેન્સ મલી જાય.”
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને માણો એપની અન્ય મજેદાર વાતો...
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: this are the twist on applications in Smartphones by Manu Shekhchalli
(News in Gujarati from Divya Bhaskar)