JOKES
Home » Jokes » Extra Shots » Vat Vatma Mannu Shekhchalli's Funny Article

એક્સ્ટ્રા શોટ્સ

વાત વાતમાં:સર્જરી’ પછી ‘પોસ્ટ-મોર્ટમ’!


વાત વાતમાં:સર્જરી’ પછી ‘પોસ્ટ-મોર્ટમ’!

પીઓકેમાં ભારતીય સૈન્યની સર્જિકલ સ્ટ્રાઈક પછી ‘પાકિસ્તાનના ગાભા કાઢી નાંખવા જોઈએ’ એવું કહેનારા સૌ ખુશ છે !
પણ હવે શું ?
અમે કહીએ છીએ કે જેટલું ‘સર્જિકલ’ કામ કરી નાંખ્યું છે એનો પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ તો પાકિસ્તાનમાં મોકલો ? જુઓ રહ્યો નમૂનો...
...........
સર્જિકલ કામગીરી બાદ થયેલા પોસ્ટ-મોર્ટમના રિપોર્ટ મુજબ મૃત આતંકવાદીઓના દિમાગમાં ભરવામાં આવેલા ‘એન્ટિ-ઈન્ડિયા’ નામના ઝેરના નમૂના વિપૂલ પ્રમાણમાં મળી આવ્યા છે.
...........
હોજરીની તપાસ કરતાં જણાવ્યું છે કે એમણે ભારતીય આમ જનતાની ખૂબ ગાળો ખાધી છે.
...........
અનેક બોડીમાંથી ‘દિલ’ જેવી કોઈ સંવેદનશીલ ચીજ મળી નથી.
...........
અમુક બોડીઝમાં દિમાગ પણ નહિ મળે એવી ધારણા હતી. પરંતુ મોટાભાગનાં દિમાગો વપરાયા વિનાનાં માલુમ પડ્યાં છે.
...........
જઠર તથા આંતરડાંની તપાસ કરતાં જણાયું છે કે પેટ ઉપર બોમ્બ બાંધીને સતત ફર્યા કરવાની આદતને લીધે બન્ને અંગો વધારે પડતાં સંકોચાઈ ગયાં છે.
........

ચાર ડઝનમાંથી બે ડઝન બોડીઝના મોતનું કારણ ગોળીઓ કે બોમ્બ-બ્લાસ્ટ નહિ, બલ્કે ‘દહેશત’ હોવાની આશંકા છે. કારણકે મૃત્યુની થોડી સેકન્ડો પહેલાં તેમના મોટા આંતરડાંમાંથી દુર્ગંધ મારતા પદાર્થો વછૂટી ગયા હોવાનું જણાય છે.
...........
દુર્ગંધ મારતા પદાર્થોના નમૂના તેમના કમર નીચેનાં વસ્ત્રોમાંથી પણ મળી આવ્યા છે.
...........
અમુક મૃતદેહોના વસ્ત્રોમાં ઓછી દુર્ગંધ મારતા, પીળાશ પડતા પ્રવાહીના નમૂના પણ પ્રાપ્ત થયા છે.
...........
તમારા પાકિસ્તાનના જે તે વિભાગના અધિકારીને પૂછીને જણાવશો કે મૃતદેહોને જમીનમાં દાટતાં પહેલાં તેમના શરીર પર પાકિસ્તાનના ઝંડા ઓઢાડવાના છે કે આતંકવાદી સંગઠનોના.
- અને હા, ઝંડા ‘મોકલવાની’ જરૂર નથી. અમારા શ્રીનગરમાં તે પર્યાપ્ત સંખ્યામાં જપ્ત થયેલા પડ્યા છે.
મન્નુ શેખચલ્લી

Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Vat vatma Mannu shekhchalli's funny article
(News in Gujarati from Divya Bhaskar)