Home »International News »America» Women Killed Indian Man In New York

ન્યૂ યોર્કમાં મહિ‌લાએ ભારતીયને ટ્રેન નીચે ધક્કો મારી હત્યા કરી

Agency, New York | Dec 30, 2012, 01:13 AM IST

અમેરિકાના ન્યૂ યોર્ક સિટી સબવે પ્લેટફોર્મ પર આવી રહેલી ટ્રેનની સામે પાટા પર ભારતીય પુરુષને ધક્કો મારનારી એક સ્થૂળ મહિ‌લાને ન્યૂ યોર્ક પોલીસ શોધી રહી છે. માર્યા ગયેલા ભારતીયને ક્વીન્સમાં રહેતા ૪૬ વર્ષીય સુનંદો સેન તરીકે ઓળખી પાડવામાં આવ્યો છે. ક્વીન્સમાં સાત નંબરની લાઇન પર ગુરુવારે સાંજે આ ઘટના સર્જા‍ઇ હતી. સેનને રેલવેના પાટા પર ધક્કો મારીને મહિ‌લા તાકીદે ત્યાંથી ભાગી ગઇ હતી.

ન્યૂ યોર્કમાં એક મહિ‌નામાં પુરુષને રેલવેના પાટા પર ધક્કો મારવાની આ બીજી ઘટના સર્જા‍ઇ હોવાનું નાયબ કમિશનર પૌલ બ્રાઉનને ટાંકીને સીએનએનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. નજરે જોનારાઓએ જણાવ્યું કે, સેનને રેલવે ટ્રેક પર ધક્કો મારતા પહેલા મહિ‌લા પ્લેટફોર્મ પર ધીમેધીમે ચાલી રહી હતી અને ધીમા અવાજે બડબડી રહી હતી.

ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સેનને જીવલેણ ધક્કો મારતા પહેલા પ્લેટફોર્મ પર હુમલાખોર મહિ‌લા સાથે કોઇ સંપર્ક થયો ન હતો.

ટ્રેન પ્લેટફોર્મ પર આવી રહી હતી ત્યારે સેન પર એટલી ઝડપથી હુમલો થયો કે, તેઓ કશું જ કરી શક્યા ન હતા અને અન્ય લોકો પાસે તેમને સહાય કરવા માટે પ્રયાસ કરવાનો પણ સમય પણ ન હતો.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: women killed indian man in new york
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext