Home »International News »Special» Twins Euthanasia Tragic Story

ધ્રુજાવી દેશેઃ ઇચ્છાથી મૃત્યુ મેળવનારા દુનિયાનાં પ્રથમ જોડિયાની કહાની

divyabhaskar.com | Jan 18, 2013, 12:24 PM IST

બેલ્જિયમમાં 45 વર્ષ પહેલાં એક સાથે જ જન્મ મેળવનારા આઇડેન્ટિકલ ટ્વિન્સ (એક સરખા દેખાતાં જોડિયા)ને હાલમાં જ તેમના દેશમાં ઇચ્છા મૃત્યુ આપવામાં આવ્યું છે. આ મૃત્યુની વાત હમણાં જ બહાર આવતાં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી રહ્યો છે. કેટલાક લોકોએ બંનેને ઇચ્છામૃત્યુનો વિરોધ કર્યો છે. આ ઘટના જે પણ સાંભળે છે અને બંને ભાઇઓની તસવીર જુએ છે, તેઓ આઘાતમાં સરી પડે છે. દરેકનાં મોઢે એક જ સવાલ છે આખરે એવું તે શું હતું કે બંનેએ સાથે મૃત્યુને વહાલું કર્યું?

ઝેરી ઇન્જેક્શનથી આ વિરલ બેલડીને દુનિયામાંથી વિદાય આપી દેવામાં આવી. એવું ન હતું કે આ બેલડીએ કંઇ ગુનો કર્યો હતો. હા, તેમનો ગુનો એ હતો કે જન્મથી જ તેઓ બહેરા હતાં. જાણે જન્મથી જ બંને ભાઇઓએ 'સાથ જીયેંગે, સાથ મરેંગે'થી કસમો ખાધી હોય તેમ 45 વર્ષ સુધી ખૂબ જ ખુમારીથી જીવ્યા બાદ બંનેએ ઇચ્છા મૃત્યુ માંગ્યુ. બેલ્જીયમના કાયદાએ તેમની ઇચ્છાને માન આપીને તેટલા જ માનપૂર્વક 'મારી' પણ નાંખ્યા.

આ બંને ભાઇઓ કોણ હતાં, એવું તે શું થયું કે બંનેએ ફાની દુનિયાને અલવિદા કહેવાનું નક્કી કર્યું, મૃત્યુ પહેલાં બંનેએ શું કર્યું અને શું છે તેમના મૃત્યુનાં પ્રત્યાઘાતો?

Divyabhaskar.comનો આ સ્પેશ્યલ રીપોર્ટ વાંચીને તમે પણ ધ્રુજી ઉઠશો અને પૂછશો કેટલાય સવાલો? રડાવી દેશે જોડિયા ભાઇઓ - માર્ક અને એડ્ડીની - આ કરુણ કહાણી

 

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: twins euthanasia tragic story
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext