Home »International News »Photo Feature» Prince Charles, Camilla Parker Bowles Spotted In Rishikesh

ભારતીય સંસ્કૃતિનું ઘેલું બ્રિટનના રાજવીને લાગ્યું, પ્રિન્સ ચાર્લ્સ ભારત પધાર્યા

Agency | Nov 07, 2013, 12:30 PM IST

ભારતીય પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે વિદેશમાં વસતા રાજકીય અગ્રણીઓ બાદ હવે રજવાડાઓ પણ આકર્ષિત થયા છે. તાજેતરમાં જ યુએસના ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાએ વ્હાઈટ હાઉસમાં દિવાળીની વિધિવત પૂજા કરાવી હતી તો બ્રિટિશ વડાપ્રધાન કેમેરોન અને તેમના પત્ની સામંથાએ સાદા પહેરવેશમાં લંડનના બાપ્સ મંદિરમાં અન્નકોટના દર્શન કરી ભગવાન સ્વામીનારાયણની આરતી ઉતારી હતી. જો કે હવે ભારતીય પરંપરા અને સંસ્કૃતિથી આકર્ષિત થઈને પ્રિન્સ ચાર્લ્સ ભારત પ્રવાસે આવ્યા છે. બ્રિટનના રાજકુમાર પ્રિન્સ ચાર્લ્સ અને રાજકુમારી કૈમિલાએ વૈદિક મંત્રો અને શંખનાદ વચ્ચે બુધવારે ગંગા ઘાટ ઉપર આરતી કરી હતી. ગત જૂનમાં કેદરનાથમાં આવેલી કુદરતી હોનારતમાં મૃત્યુ પામેલા લોકોની શાંતિ માટે આયોજીત આ આરતીમાં બન્ને શાહી પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા 9 દિવસ સુધી ભારત પ્રવાસે છે. ચાર્લ્સ વિશેષ વિમાન મારફતે જૉલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી જમીન માર્ગે ઋષિકેશ પહોંચ્યા હતા.  

બ્રિટનના રાજવી પરિવારના પ્રિન્સ ચાર્લ્સ અને તેમના પત્ની કેમિલાની વધુ તસવીરો જોવા સ્લાઈડ આગળ બદલો...

(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Prince Charles, Camilla Parker Bowles Spotted In Rishikesh
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended