Home »International News »Latest News »International» Mudslides And Flooding Being Experienced In Peru

પેરુમાં પહાડ પરથી આવી આફત, ભેખડો ધસી પડતા 72નાં મોત

divyabhaskar.com | Mar 19, 2017, 14:50 PM IST

  • પેરુમાં છેલ્લા એક સપ્તાહથી ધોધમાર વરસાદના કારણે આવેલા વિનાશક પૂર અને ઠેરઠેર ભેખડો ધસી પડવાથી 72 લોકોનાં મોત નીપજ્યાં છે
ઈન્ટરનેશનલ ડેસ્કઃપેરુની અલ નીનો કમિટિએ જણાવ્યું હતું કે પેસિફિક મહાસાગરમાં અલ નીનો સક્રીય થતા દરિયાની સપાટી પર બદલાયેલી ગતિવિધીના કારણે આફત આવી છે. ઉત્તરીય દરિયા કાંઠા વિસ્તારમાં એપ્રિલ મહિના સુધી કુદરતી હોનારતોનું જોખમ છે. અહેવાલો અનુસાર પૂરમાં 1.15 લાખ ઘર તુટી ગયા છે જ્યારે 120થી વધુ પુલ તુટી ગયા છે. 1998 બાદ સૌથી મોટી પૂરની હોનારત હોવાનું તંત્રએ જણાવ્યું હતું.
 
પેરુમાં છેલ્લા એક સપ્તાહથી ધોધમાર વરસાદના કારણે આવેલા વિનાશક પૂર અને ઠેરઠેર ભેખડો ધસી પડવાથી 67 લોકોનાં મોત નીપજ્યાં છે. હજુ આંકડો વધવાની શક્યતા છે કારણ કે અનેક વિસ્તારોમાં હજુ સુધી રેસ્ક્યૂ ટીમ પહોંચી શકી નથી. સામાન્ય કરતા 10 ગણા વરસાદ રૂપે આકાશમાંથી આવેલી આફતના કારણે લગભગ અડધા પેરુમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. પેરુના વડાપ્રધાન ફર્નાન્ડો ઝવાલાએ જણાવ્યું હતું કે, હાલમાં બચાવકાર્ય ચાલુ છે પરંતુ વીજપુરવઠો, કમ્યુનિકેશન સેવા બંધ થઈ ગયા છે અને રસ્તાઓ ધોવાઈ ગયા છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં પહોંચવું હાલમાં મુશ્કેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: mudslides and flooding being experienced in peru
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended