Home »International News »Latest News »International» Man Shot Dead By Police At Paris Orly Airport

પેરિસ: ઓરલી એરપોર્ટ પર સુરક્ષાકર્મીની બંદૂક છીનવી ફાયરિંગ, એકનું મોત

divyabhaskar.com | Mar 18, 2017, 17:26 PM IST

  • પોલીસે હુમલાખોરને ઠાર કર્યો હતો (ઈન્સેટ તસવીરમાં)
પેરિસઃપેરિસના ઓરલી એરપોર્ટ પર સુરક્ષાકર્મીઓએ એક વ્યક્તિને ગોળી મારી ઢાર કર્યો હતો, રિપોર્ટ પ્રમાણે મૃતક વ્યકિતએ એરપોર્ટ પર હાજર શખ્સની બંદૂક છીનવી ફાયરિંગ કર્યું હતું જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના એરપોર્ટના સાઉથ ટર્મિનલ પર થઈ હતી. એન્કાઉન્ટર બાદ ફ્રાંસના ગૃહ મંત્રાલયે સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી.
 
- ઘટના સમયે હાજર લોકોએ જણાવ્યું કે સ્થાનિક સમય પ્રમાણે સવારે અંદાજે આઠ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.
- ફાયરિંગ થયા બાદ સમગ્ર એરપોર્ટને ખાલી કરાવવામાં આવ્યું હતું.
- રિપોર્ટ પ્રમાણે એક શખ્સે સુરક્ષાકર્મીની બંદૂક છીનવી ફાયરિંગ કર્યું હતું જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
- જો કે થોડી જ વારમાં હુમલાખોર શખ્સને પોલીસે ઢાર કર્યો હતો.
- પોલીસે જણાવ્યું કે હુમલાખોર શખ્સ કોણ હતું અને શું આ આંતકી હુમલો હતો કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.
- ઉલ્લેખનીય છે કે ઓરલી એરપોર્ટ પેરિસનું બીજા નંબરનું સૌથી મોટું એરપોર્ટ છે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Man shot dead by Police at Paris Orly airport
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended