Home »International News »Special» Islamic Guide To Husbands, How To Beat Wife

પત્નીઓને કેવી રીતે મારવી? મુસ્લિમ પતિઓને અપાઈ સલાહ!

Agency | Mar 26, 2012, 09:54 AM IST

મુસ્લિમ દંપતિ માટે ભેટના નામથી છપાયેલી એક પુસ્તિકામાં પત્નીને કેવી રીતે ફટકારવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેના કારણે, લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે. આ પુસ્તકમાં પતિઓને સલાહ આપવામાં આવી છે કે, પત્નીને લાકડી, હાથ અથવા કાન ખેંચીને ફટકારવી જોઈએ.

-ઈસ્લામિક ગાઈડમાં પુરૂષોને સલાહ -પત્નીને કાન ખેંચીને મારો -લાકડી-હાથ પણ સારા વિકલ્પ -મૌલવી અશરફના પુસ્તકથી નરમપંથી મુસ્લિમોમાં રોષ

મૌલવી અશરફ અળી થાનવીએ 160 પેઈજનું આ પુસ્તક લખ્યું છે. જેની નરમપંથી મુસ્લિમો ટીકા કરી રહ્યાં છે. તેમના કહેવા પ્રમાણે, આ પુસ્તકના કારણે ગૃહ હિંસાને પ્રોત્સાહન મળશે. પુસ્તકના પ્રચાર માટેની જાહેરખબરમાં લખવામાં આવેલી લાઈનો પ્રમાણે પુસ્તકનો વિષય નિકહા અને નિકાહ પછીના સંબંધોની સાથે જ નિકાહથી થનારા અનેક નુકશાન, નિકાહ તૂટવા માટેના કારણે સાથે અનેક કારણો અંગે આ પુસ્તક છણાવટ કરે છે.

પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમાં 'વાસ્તવિક જીવનની ઘટનાઓ'નો ઉલ્લેખ છે. જે જીવનના વિવિધ પાસાઓ અંગે સલાહ આપે છે. જો કે, શરૂઆતના પૃષ્ઠોમાં જ સલાહ આપવામાં આવી છે કે, પત્નીને તાકતથી અથવા ધમકીથી કાબુમાં કરવી પડી શકે છે.પુસ્તકમાં પુરૂષોને સલાહ આપવામાં આવી છે. પતિઓએ પત્નીઓને વઢવી જોઈએ, હાથ અથવા ડંડાથી મારી શકાય, પૈસા આપવાનો ઈન્કાર કરી શકાય, અથવા તો તેના કાન ખેંચી શકાય છે. પુરૂષોએ વધારે પડતી મારઝૂડથી પણ બચવુ જોઈએ તેવી સલાહ આ પુસ્તકમાં આપવામાં આવી છે. આ પુસ્તક કેનેડાના બુક સ્ટોરમાં વેચાણ અર્થે આવી એટલે લોકોના ધ્યાનમાં આવી હતી. એવું માનવામાં આવે છે કે, આ પુસ્તકની તમામ નકલો ત્યાં વેચાઈ ચૂકી છે.જો કે, ઈસ્લામિક ઓનલાઈન બુક સ્ટોર્સ પર આ પુસ્તક વ્યાપક રીતે મળે છે. કેનેડાના રાજકીય પ્રચારક તારેક ફતહના કહેવા પ્રમાણે, પુસ્તકને દુકાન પર વેચવા માટે પ્રતિબંધિત કરી દેવી જોઈએ. કારણ કે, તેનાથી મહિલાઓને પીટવા માટે પુરૂષોને ઉશ્કેરવામાં આવી રહ્યાં છે.તેમણે કહ્યું હતું કે, ''આ વાત તમારા માટે નવી છે. પરંતુ મુસ્લિમ સમુદાય આ બાબત જામે છે અને મહિલાઓને વ્યાપક રીતે પીટવામાં આવે છે. મુસ્લિમ નેતા તેનો ઈન્કાર કરશે. પરંતુ, 'કુરઆનની કેટલીક વ્યાખ્યા પ્રમાણે, શરિયતના કાયદામાં ઘરેલું હિંસાને મંજૂરી મળેલી છે.'તમારો મત સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.Related Articles:

ડીજે બોલાવો તો લગ્ન બિન-ઈસ્લામી, મૌલવીઓ નહીં કરાવે લગ્ન
મલેશિયાનો ફતવો, વિદેશી મુદ્રા વેપાર પર મુક્યો નિષેધ
ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ સામે દેવબંદનો ફતવો(Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: islamic guide to husbands, how to beat wife
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended