Home »International News »Latest News »International» Indonesian Transgender Prostitute Murder Case Set To Begin

પોલીસ પહોંચી ત્યારે સ્ટવ પર મોટું વાસણ હતું અને માથું ફાડતી ગંધ મારતી હતી

divyabhaskar.com | May 15, 2017, 17:07 PM IST

  • મૃતક મેયાંગ
ક્વિંસલેન્ડઃ ઈન્ડોનેશિયાની ટ્રાંસજેંડર પ્રોસ્ટિટ્યૂટ મેયાંગ પ્રેસ્ત્યોનું ઓસ્ટ્રેલિયામાં થયેલું મર્ડર ફરી ચર્ચામાં છે. 2014માં મેયાંગનું તેના શેફ બોયફ્રેન્ડે જ મર્ડર કર્યું હતું, એટલું જ નહીં બાદમાં મેયાંગના મૃતદેહના ટુકડા કરી તેને સ્ટવ પર બાફી નાખ્યું હતું. હાલ ઓસ્ટ્રેલિયાની કોર્ટમાં આ મુદ્દે સુનાવણી ચાલશે અને સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ રિપોર્ટ પ્રમાણે જ્યારે મેયાંગની હત્યા થઈ ત્યારે કિચનમાં સ્ટવ પર એક મોટું વાસણ મૂકેલું હતુ અને ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી. સમગ્ર એપાર્ટમેન્ટની સાફ-સફાઈમાં ચાર દિવસ લાગ્યા હતા.
 
પૂરાવા પર ત્રણ દિવસ ચાલશે ચર્ચા
 
ક્વિન્સલેન્ડની કોરોનર કોર્ટમાં કોરોનર ટેરી રિયાન સોમવારે ત્રણ દિવસ સુધી આ મુદ્દે કાર્યવાહી કરશે અને પૂરાવા પર ચર્ચા કરશે. સાથે જ ઈન્વેસ્ટિગેશનમાં જાણવાનો પ્રયાસ કરાશે કે ક્યારે, કેવી રીતે અને ક્યાં મેયાંગની હત્યા કરવામાં આવી. મર્ડર પાછળનું કારણ હાલ બહાર આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે મેયાંગ પોતાના પરિવારને સપોર્ટ કરવા માટે એક હાઈક્લાસ એસ્કોર્ટ તરીકે ઈન્ડોનેશિયામાં કામ કરતી હતી.
 
મેયાંગના મૃતદેહના ટુકડા મળ્યા
 
ઓક્ટોબર 2014માં બ્રિસ્બેનના એક એપાર્ટમેન્ટમાંથી પોલીસને મેયાંગની ડેડબોડી ટુકડામાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તેણે શેફ બોયફ્રેન્ડ માર્કસ વોલ્કે પર હત્યાનો આરોપ છે, જે ઘટના બાદ એપાર્ટમેન્ટમાંથી ભાગી ગયો હતો અને પછી આપઘાત કરી લીધો હતો. પોલીસનું કહેવું છે કે જ્યારે મેયાંગના ટુકડા કરી તે વોલ્કે એપાર્ટમેન્ટમાં ડેડબોડીને ઉકાળી રહ્યો હતો ત્યારે જ પોલીસ ઓફિસર તેના ઘરે પહોંચી ગયો હતો.
 
એપાર્ટમેન્ટની સાફ-સફાઈમાં લાગ્યા 4 દિવસ
 
- પોલીસે વોલ્કે એપાર્ટમેન્ટ પાસે મર્ડરમાં ઉપયોગમાં લેવામાં આવેલી વેપન્સ જપ્ત કરી અને આ મામલે ઘરેલુ હિંસાનો કેસ માની રહી હતી.
- પોલીસ રિપોર્ટ પ્રમાણે ઘટનાસ્થળની સ્થિતિ ખૂબ જ ડરામણી હતી, ઓફિસરોને એપાર્ટમેન્ટની સાફ-સફાઈ કરવામાં 4 દિવસ લાગ્યા હતા.
- એપાર્ટમેન્ટમાં રબળના મોજા, બ્લીચ, લોહીથી લથપથ કાર્પેટ અને દુર્ગંધ સાથે સ્ટવ મળી આવ્યો જેમાં ડેડબોડી ઉકાળવામાં આવી હતી.

આગળની સ્લાઈડ પર જુઓ ઘટનાના અને મેયાંગના કેટલાક ફોટોઝ....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indonesian Transgender Prostitute Murder Case Set To Begin
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended