Home »International News »Latest News »International» Germany Political Party Spokeswoman Revealed Plans On Sexual Assistance

દર્દીને મળવું જોઈએ પ્રોસ્ટિટ્યૂશન પાસે જવાનું વળતર, જર્મનીમાં સાસંદની ડિમાન્ડ

divyabhaskar.com | Jan 10, 2017, 12:22 PM IST

  • પાર્ટીએ માગ કરી કે બીમાર લોકો પૈસા આપી સંબંધ બાંધે છે તો તેઓને સરકાર પાસે પૈસા માગવાનો અધિકાર મળવો જોઈએ.
ઈન્ટરનેશનલ ડેસ્કઃજર્મનીમાં એક પોલિટિકલ પાર્ટીએ માગ કરી કે બિમાર લોકોને સેક્સ માટે સરકારે પૈસા આપવા જોઈએ. ગ્રીન પાર્ટીની પ્રવક્તાએ કહ્યું કે અપંગ અને ગંભીર રીતે બીમાર લોકો પૈસા આપી સંબંધ બાંધે છે તો તેઓને સરકાર પાસે પૈસા માગવાનો અધિકાર મળવો જોઈએ. આ માટે ખાલી દર્દીએ સાબિત કરવું પડશે કે માત્ર ચિકિત્સા માટે તેને સેક્સની જરૂર છે અને પ્રોસ્ટિટ્યૂટને આપવા તેની પાસે પૈસા નથી.
 
શું કહ્યું પાર્ટી પ્રવક્તાએ અને શા માટે કહ્યું ?
 
- સાંસદ એલિઝાબેથ સ્કેરફેનબર્ગે બેલ્ટ એએમ સોનટેન ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાત કરી હતી.
- એલિઝાબેથે જણાવ્યું કે મારું માનવું છે કે 'સેક્સ કરવા માટે સ્થાનિક અધિકારીઓએ આર્થિક મદદ આપવી જોઈએ'
- ઉલ્લેખનીય છે કે જર્મનીમાં 2002થી પ્રોસ્ટિટ્યૂશનને કાયદેસરની માન્યતા આપવામાં આવી છે.
- ન્યૂઝ પેપરની રિપોર્ટ પ્રમાણે અનેક પ્રોસ્ટિટ્યૂટે નર્સિંગ હોમમાં પોતાની સેવા આપી છે.
- નર્સિંગ હોમમાં સેક્સ સંબંધી સલાહ આપનારા લોકોનું કહેવું છે કે પ્રોસ્ટિટ્યૂટ દર્દીઓ માટે 'વરદાન' બરાબર છે.
- નેધરલેન્ડમાં સારવારમાં થતા ખર્ચમાં સેક્સ માટે થતા ખર્ચનો પણ બીલમાં સમાવેશ કરવામાં આવે છે.
- એટલું જ નહીં આ બિલ સરકાર પાસે પરત માગવાનો પણ અધિકાર છે.
- આથી જર્મનીની ગ્રીન પાર્ટી પાડોશી દેશ નેધરલેન્ડની જેમ પોતાના કાયદામાં પણ સુધારો કરવા ઈચ્છે છે.
 
 
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો,....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Germany Political Party spokeswoman revealed plans on sexual assistance
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended