Home »International News »Latest News »International» First Day Of France New Elect Precedent Mecron

ફ્રાંસના સૌથી યુવા રાષ્ટ્રપતિ મેક્રોંનો પ્રથમ દિવસ, પત્ની મીડિયામાં છવાયાં

divyabhaskar.com | May 16, 2017, 10:17 AM IST

  • ફ્રાન્સના સૌથી યુવા રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોંએ સોમવારે રાષ્ટ્રપતિભવનમાં તેમનો પ્રથમ દિવસ શરૂ કર્યો
ઈન્ટરનેશનલ ડેસ્કઃફ્રાન્સના સૌથી યુવા રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોંએ સોમવારે રાષ્ટ્રપતિભવનમાં તેમનો પ્રથમ દિવસ શરૂ કર્યો. ગત રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદેએ એલીસી પેલેસેમાં તેમનું સ્વાગત કર્યુ હતું. પરંતુ મીડિયા અને સામાન્ય લોકોની નજરો ફક્ત તેમની પત્ની બ્રિજિટ પર હતી. બ્રિજિટ નવા ફર્સ્ટ લેડી છે અને રાષ્ટ્રપતિથી ઉંમરમાં લગભગ 25 વર્ષ મોટાં છે. લોકો તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા. તે પણ લોકોને મળતાં ખચકાતાં હતાં.
 
મેક્રોં ફ્રાન્સના એવા રાષ્ટ્રપતિ છે જેમની કોઈ પાર્ટી નહોતી. તેમણે મંત્રીપદ છોડી આંદોલન શરૂ કર્યું હતું. સંસદમાં તેમના આંદોલન સાથે એક પણ સભ્ય જોડાયેલો નથી. હવે સંસદીય ચૂંટણી છે એટલા માટે સૌથી પહેલા મેક્રોંએ નવી પાર્ટી બનાવી છે તેનું નામ લા રિપબ્લિક આં માર્શે રાખ્યું છે. જૂનમાં યોજાનાર સંસદીય ચૂંટણીમાં મેક્રોં પાર્ટીના લગભગ 400 ઉમેદવાર મેદાને ઉતારશે.
 
રાષ્ટ્રપતિ મેક્રોંનું પ્રથમ કામ વડાપ્રધાનની નિમણૂક કરવાનું છે પરંતુ તેમણે હજુ કોઈ સંકેત આપ્યો નથી. ગત વડાપ્રધાન મેન્યુઅલ વોલ્સે પણ મેક્રોંનો સાથ આપવાની જાહેરાત કરી છે. વોલ્સ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા મેદાને ઉતર્યા હતા પરંતુ તેમની સોશિયાલિસ્ટ પાર્ટીની ટિકિટની હરીફાઈમાં તે હારી ગયા હતા. તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નહોતા બનાવાયા. પણ મહત્વપૂર્ણ છે કે જેને ચૂંટ્યા તે પ્રથમ તબક્કાના મતદાનમાં હરીફાઈમાંથી બહાર થઈ ગયા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: first day of France New elect Precedent mecron
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended