Home »International News »Photo Feature» Venezuela Protest Against President Nicolas Maduro

વેનેઝૂએલાઃ ભોજન અને દવાની અછત, રાષ્ટ્રપતિ વિરુદ્ધ હજારો ઉતર્યા રસ્તા પર

divyabhaskar.com | Apr 21, 2017, 20:22 PM IST

  • નેશનલ ગાર્ડના વાહન સામે ઊભી રહીને વિરોધ કરતી મહિલા
ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ અમેરિકન દેશ વેનેઝૂએલામાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની આપખુદશાહીથી કંટાળીને પ્રજા રસ્તા પર ઉતરી છે. દેશમાં ભોજન અને દવાની ભારે અછત સર્જાઇ છે. હજારોની સંખ્યામાં લોકો કરાકસ શહેર તરફ આગળ વધી રહ્યા છે. માદુરો વિરુદ્ધ યોજાયેલા સરઘસને 'મધર ઓફ ઓલ માર્ચિસ' તરીકે મીડિયા સંબોધી રહ્યું છે. 
 
- વિરોધ પક્ષે ગઇકાલે કરાકસ અને અન્ય શહેરોમાં ઘણા વિરોધ પ્રદર્શન નિકાળ્યા હતા.
- વિરોધ પ્રદર્શનમાં લોકશાહી તથા ઓઇલ ઇકોનોમીને બરબાદ કરવા બદલ રાષ્ટ્રપતિ વિરુદ્ધ રસ્તે ઉતર્યા હતા. 
- બીજી તરફ માદુરોના સમર્થકો પણ રસ્તા પર ઉતર્યા અને સરકારનો પક્ષમાં પ્રદર્શન યોજ્યું.  
- વિરોધ પ્રદર્શનકર્તાઓએ દેશમાં ફરીથી ઇલેક્શનની માંગણી કરી છે. 
 
ફૂટબોલ રમવા જતાં ટીનેજરની મોત
 
- વિરોધ પ્રદર્શન દરમિયાન બે સ્ટુડન્ટ અને એક સુરક્ષા ગાર્ડ સાર્જન્ટનું ગોળી વાગવાને કારણે મોત થયું હતું. 
- પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, રાજધાનીના ઉત્તર-પશ્ચિમમાં એક ટીનેજર સ્ટુડન્ટ કાર્લોસ મોરેનોને કેટલાક બાઇકસવારે માથામાં ગોળી મારી હતી. 
- 18 વર્ષનો કાર્લોસ ફૂટબોલ રમવા જઇ રહ્યો હતો ને તે કોઇ પ્રદર્શનનો ભાગ ન હતો.  
- વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ વેનેઝૂએલામાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ રસ્તે ઉતરેલા પ્રદર્શનકારીઓના ફોટોગ્રાફ્સ
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Venezuela protest against President Nicolas Maduro
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended