Home »International News »Photo Feature» Photos Of Immigration Between Mexico And The United States

જીવનની સૌથી મુશ્કેલ સફર, ભૂખ્યા ને તરસ્યા આવી રીતે લોકો ઘૂસે અમેરિકામાં

divyabhaskar.com | May 18, 2017, 16:33 PM IST

  • મેક્સિકો અને સેન્ટ્રલ અમેરિકન દેશ ગ્વાટેમાલા વચ્ચે ચાલતી ટ્રેનને ડેથ ટ્રેન કહેવામાં આવે છે
ઈન્ટરનેશનલ ડેસ્કઃએટલાન્ટા ઇમિગ્રેશનમાં એક અટકાયતી ગુજરાતી પટેલનું શંકાસ્પદ મૃત્યું થયાના સમાચાર સામે આવ્યા છે. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ(ICE)ના અધિકારીઓનું કહેવું છે કે શ્વાસની તકલીફ માટે હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમનું મૃત્યું થયું હતું જો કે અમેરિકામાં ઘૂસણખોરીની આ પહેલી ઘટના નથી અગાઉ પણ ઘણા લોકો ગેરકાયદે ઘૂસણખોરીમાં ઝડપાઈ ચૂક્યા છે.
 
- જાણીતા ફોટોગ્રાફરે જ્હોન મૂરેએ મેક્સિકોથી અમેરિકા જતી એક ટ્રેનના કેટલાક ફોટો જાહેર કર્યા હતા.
- ફોટોમાં મૂરેએ જણાવ્યું કે કેવી રીતે લોકો મેક્સિકોથી અમેરિકામાં ઘૂસણખોરી કરવા જીવ જોખમમાં મૂકે છે.
- મેક્સિકો અને સેન્ટ્રલ અમેરિકન દેશ ગ્વાટેમાલા વચ્ચે બે ટ્રેન ચાલે છે.
- આ ટ્રેનમાં સિમેન્ટ, લોખંડ, અનાજ, ડિઝલ, ફળ અને શાકભાજી ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરવામાં આવે છે.
- જો કે ઘૂસણખોરી માટે લોકો આ ટ્રેનમાં ચોરી-છુપી બેસી જાય છે. આ ટ્રેનને ડેથ ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે.
 
ડોલર કમાવવાની લાલચમાં ગેરકાયદે અમેરિકા ઘૂસેલા લોકોની સંખ્યા અંદાજે 1.17 કરોડ જેટલી ઊંચી છે. ગુજરાતીઓ સિવાય ગ્વાટેમાલા, હોન્ડુરાસ અને કોસ્ટારિકા જેવા સેન્ટ્રલ અમેરિક દેશોના યુવાનો પણ જીવ જોખમમાં મૂકીને અમેરિકા જતા હોય છે. એજન્ટ્સ ગ્વાટેમાલા સહિત હોન્ડુરાસ અને કોસ્ટારિકા જેવા સેન્ટ્રલ અમેરિકન દેશોમાંથી પણ અમેરિકામાં ઘૂસણખોરી કરાવવાની ગેરંટી લે છે
 
આગળની સ્લાઈડ પર જુઓ કેવી રીતે લોકો ભૂખ્યા-તરસ્યા અમેરિકામાં ઘૂસવા કરે છે પ્રયાસો.......
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: photos of immigration between Mexico and the United States
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended