Home »International News »Photo Feature» 10 Mysterious Places Around The World

વિશ્વની 10 રહસ્યમય જગ્યાઓ, ક્યાંક ખૂની ઝરણું તો ક્યાંક ગાયબ થાય જહાજ

divyabhaskar.com | Mar 15, 2017, 00:06 AM IST

  • એન્ટાર્કટિકાના બ્લડ ફોલનો ફાઇલ ફોટો
ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રાઝિલના પ્રેસિડન્ટ માઇકલ ટેમેરને ઓફિશિયલ પેલેસમાં ભૂતનો અનુભવ થતાં પત્ની અને દીકરા સાથે પેલેસ છોડવાનો નિર્ણય લીધો છે. ટેમેરને લાગ્યું કે દીકરા પર ભૂતની અસર થઇ છે, કારણ કે તે વિચિત્ર વર્તન કરતો અને પેલેસમાં આમ તેમ દોડતો રહેતો હતો. દુનિયાભરમાં અનેક એવી જગ્યાઓ છે જે રહસ્યોથી ભરેલી પડી છે. આ જગ્યાઓ જાણે કોઈ ચેલેન્જથી કમ નથી. તેમાંથી કેટલાંક સ્થળો એવા પણ છે જે પર્યટકોને આકર્ષવાનું કામ કરે છે. જો કે, આ રહસ્યમય જગ્યાઓની વાસ્તવિકતા જાણવા માટે લાંબા સમયથી વૈજ્ઞાનિકો પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ હજુ પણ તેના વિશે કોઈ ચોક્કસ જાણકારી ઉપલબ્ધ થતી નથી.
 
અહીં અમે આપને દુનિયાની એવી 10 રહસ્યમય જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. સીએનએન.કોમ યાદી તૈયાર કરી છે 
 
બ્લડ ફોલ્સ, એન્ટાર્કટિકા
 
એન્ટાર્કટિકાના ટેલર ગ્લેશિયર પર જામેલા બરફમાં એક એવી જગ્યા પણ છે, જ્યાંથી લાલ રંગનું ઝરણું વહે છે. તેને જોઈને એવું લાગે છે કે આ લોહીનું ઝરણું વહી રહ્યુ છે. જો કે વૈજ્ઞાનિકોએ આના પર ખૂબ સંશોધન કર્યુ છે પરંતુ કોઈ પરિણામ આવી શક્યું નથી. આ લાલ ઝરણું હજુ પણ રહસ્ય બનેલું છે.
 
સ્લાઇડ્સ બદલોને જાણો દુનિયાના અન્ય નવ રહસ્યમય સ્થળો વિશે
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Mysterious Places Around The World
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended