Home »International News »Photo Feature» Hurricane In UK: Thousands Left Without Power As Winds Of Up To 150 Kph

UK: 150 કિમી/કલાકની ઝડપે ફૂંકાયું વાવાઝોડું, લંડનમાં પડશે -1 ડિગ્રી ઠંડી

divyabhaskar.com | Jan 11, 2017, 20:31 PM IST

  • ડરહામ કાઉન્ટીમાં આઉસ્ટન વિસ્તારમાં રાત્રે ફૂંકાયેલા ભારે પવન કારણે એક ઘરની ઇંટો બાજુની બે કાર પર પડી હતી
ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં ત્રાટકેલા વાવાઝોડાંને કારણે ખૂબ જ નુકસાન થયું છે. સાઉથ યોર્કશાયરમાં સૌથી વધુ 150 કિમી/કલાકે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાંને કારણે 2300 જેટલાં ઘરોમાં વીજળી કપાઇ ગઇ છે. 
 
- અત્યંત ઝડપે ફૂંકાયેલા પવનને કારણે કેટલાંય ઘરોની છતને ખૂબ નુકસાન પહોંચ્યું છે. 
- કેટલાંક સ્થળોએ ભારે પવનને કારણે ઝાડ પણ ઢળી પડ્યા છે. 
- ભારે પવનને કારણે એડિનબર્ગ નજીકના એક બ્રિજ પર એક ટ્રક ફંટાઇને ઉંધી પડી ગઇ હતી. 
- પવનને કારણે કેટલાંય વિમાનને લેન્ડિંગ ટાળ્યા હતા. 
- ડરહામ, સન્ધરલેન્ડ, ગેટ્સહેડ અને નોર્થઅમ્બરલેન્ડ ખાતેના ઘરોને સૌથી વધુ નુકસાન પહોંચ્યું હતું.  
- યુકેના વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, ગુરુવાર અને શુક્રવારે તાપમાન 0 ડિગ્રી સુધી જશે.
- તે સિવાય શનિવારે -1 ડિગ્રી સુધી ઠંડી પડશે તેવી આગાહી વેધર ડિપાર્ટમેન્ટ કરી છે. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ બ્રિટન પર ત્રાટકેલા વાવાઝોડાંએ સર્જેલ નુકસાનના ફોટોગ્રાફ્સ
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hurricane in UK: Thousands left without power as winds of up to 150 kph
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended