Home »International News »Photo Feature» Crowded Bangladeshi Train Danger Ride

આ કોઇ ફેવિકોલની એડ નથી, અહીં બેસવાની જગ્યા મળે તો તમે ભાગ્યશાળી

divyabhaskar.com | Mar 14, 2017, 13:08 PM IST

  • પોતાનું કામ પતાવીને બાંગ્લાદેશની રાજધાની ઢાકામાંથી ઘર માટે રવાના થતાં મજૂરો
ઇન્ટરનેશનલ ડેસ્કઃ પહેલી નજરે ફેવિકોલની એડ જેવો લાગતો આ ફોટો વાસ્તવમાં બાંગ્લાદેશની ટ્રેનનો છે. રાજધાની ઢાકામાં જોબ કરવા માટે મોટી સંખ્યમાં આજુબાજુના ગામડામાંથી લોકો આવતા હોય છે. અહીં રોજ વહેલી સવારે અને સાંજે આવતી-જતી ટ્રેનોમાં ભયાનક ભીડ જોવા મળતી હોય છે. જો કોઇને બેસવા માટે સીટ મળે તો તેને ભાગ્યશાળી ગણવામાં આવે છે. અહીંયાની ટ્રેનોમાં એવી ભયાનક હદની ભીડ હોય છે કે લોકો જીવ જોખમમાં મૂકીને ટ્રેનના છાપરે ચડીને પણ મુસાફરી કરતાં હોય છે. 
 
બાળક સાથે પણ મોતની મુસાફરી
 
- બાંગ્લાદેશી ડોક્યુમેન્ટ્રી મેકર યુસુફ તુશારે ઢાકામાં આજીવિકા રળવા આવતા અને પોતાના ગામ પાછા જતાં લોકોના રૂટિનનો ખાસ ભાગ ફોટો સીરિઝમાં દર્શાવ્યો છે. 
- આખી ટ્રેનમાં ભયાનક ભીડ હોય ત્યારે તેના છાપરે પણ લગભગ 2000 જેટલાં પુરુષો, મહિલાઓ અને બાળકો મુસાફરી કરતાં હોય છે. 
- યુસુફે જણાવ્યું હતું કે, બેસવાની જગ્યાની તો વાત જ થાય તેવી આ ટ્રેનોમાં 12 ફૂટ ઊંચા છાપરે લોકો મોતની પરવા કર્યા વિના મુસાફરી કરતાં હોય છે.
- ટ્રેનની અંદર અને છાપરાં પર જગ્યા ન મળે એવા લોકો ટ્રેનની આજુબાજુમાં પણ લટકીને મુસાફરી કરતાં હોય છે. 
- ટ્રેન ઉપર લટકતાં લોકો પાસે પકડવા માટે પણ કંઇ હોતું નથી. મોટાભાગના લોકો એ જાતે જ બેલેન્સ જાળવવું પડતું હોય છે. 
- ઘણાં લોકો માત્ર એકબીજાને પકડીને અથવા ટેકો રાખીને બેઠા હોય છે.
- જ્યારે કોઇ તહેવારની રજા આવે ત્યારે ટ્રેન પરની ભીડ હજુ પણ વધારે હોય છે. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ મોતનું જોખમ હોવા છતાં જિંદગી દાવ પર લગાવીને મુસાફરી કરતાં બાંગ્લાદેશીઓના ફોટોગ્રાફ્સ
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Crowded bangladeshi train danger ride
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended