Home »International News »Photo Feature» Across The Britain, Europe And Turkey Are Now Frozen In Snow

અમેરિકા, બ્રિટનમાં આવ્યું બરફનું વાવાઝોડું, આઠ ઈંચ સુધી જામ્યા થર

divyabhaskar.com | Jan 11, 2017, 10:00 AM IST

  • બરફને કારણે મિડલટાઉનમાં હાઈવે પર અનેક નાના મોટા એક્સિડેન્ટ થયા હતા.
ઈન્ટરનેશનલ ડેસ્કઃહાલ સમગ્ર બ્રિટનમાં ઠંડીએ જોર પકડ્યું છે. ઠેર ઠેર બરફ જામી ગયો છે. રવિવાર સુધીમાં અહીં તાપમાન માઈનસ 10 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. હિમવર્ષાને કારણે ન્યૂયોર્કમાં જ્હોન એફ કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અંદાજે 50 ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી. તો મિડલટાઉનમાં હાઈવે પર બે ફ્યૂલ ટેન્કર વચ્ચે અકસ્માત થતા હાઈવે પર જ ડિઝલ ઢોળાયું હતું જેના કારણે અનેક વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. હવામાન ખાતાનું કહેવું છે કે સ્કોટલેન્ડ, ઈસ્ટર્ન ઈંગ્લેડમાં હજુ એક સ્પતાહ સુધી વાતવરણ આવું જ રહેશે.

- બ્રિટનમાં રવિવારની રાત સુધીમાં તાપમાન -10 ડિગ્રી પહોંચી ગયું હતું.
- અહીં ઠંડી એટલી પડી કે ઠેર ઠેર આઠ ઈંચ જેટલો બરફ જામી ગયો હતો.
- તો યુરોપના અનેક મોટા શહેરમાં ઠંડીને કારણે અનેક લોકોનાં મોત થયા હતા.
- હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં 55mphની ઝડપે પવન ફૂંકાયો હતો.
- અધિકારીઓએ સ્કોટલેન્ડ, ઈસ્ટર્ન ઈંગ્લેન્ડ, અને વેલ્સમાં વોર્નિંગ નોટિસ જાહેર કરતાં જણાવ્યું કે હજી એક સપ્તાહ ઠંડીને કેર યથાવત રહેશે.
- અમેરિકામાં હિમવર્ષાને કારણે હાઈવે પર અનેક નાના મોટા એક્સિડન્ટ થયા હતા.
 
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Across the Britain, Europe and turkey are now frozen in snow
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext