Home »International News »Pakistan» Panamagate Verdict: JIT Will Examine Nawaz Sharif And His Sons

પનામા પેપર્સઃ પાક. સુપ્રીમ કોર્ટનો આદેશ, શરીફ અને દીકરાઓની થશે વધુ તપાસ

divyabhaskar.com | Apr 21, 2017, 20:22 PM IST

  • ચૂકાદાનું સ્વાગત કરતાં નવાઝ શરીફ અને તેમની દીકરી
ઇન્ટરનેશનલ ડેસ્કઃ પનામા પેપર લીક મુદ્દે પાકિસ્તાની પીએમ નવાઝ શરીફ વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપ બદલ પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચમાં બે જજો નવાઝ શરીફને પ્રધાનમંત્રી પદેથી ભ્રષ્ટ કરવાની તરફેણમાં હતા, પરંતુ અન્ય ત્રણ જજો શરીફ તથા તેમના દીકરાઓની જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમ (JIT) દ્વારા વધુ તપાસ થાય તેની તરફેણમાં હતા. આમ 3 2 વિરુદ્ધ 3 મતોથી શરીફ પરિવારની JIT દ્વારા વધુ તપાસ કરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો છે. 
 
હવે આગળ શું થશે

- કોર્ટના આદેશ અનુસાર, આગામી 7 દિવસમાં JITની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 
- JIT શરીફ પરિવારે કતારમાં પૈસા કેવી રીતે ટ્રાન્સફર કર્યા તેની તપાસ કરશે. 
- JIT ને શરીફ પરિવારની તપાસ કરીને રિપોર્ટ સબમિત કરવા માટે 60 દિવસ આપવામાં આવ્યા છે. 
 
શરીફની પાર્ટીએ શું કહ્યું

- નવાઝ શરીફની પાર્ટી PML-N ના ડિફેન્સ મિનિસ્ટર ખવાજા આસિફે કહ્યું હતું કે, કોર્ટે જે ચૂકાદો સંભળાવ્યો, તે અમારી જીત દર્શાવે છે. 
- આસિફે કહ્યું હતું કે, અમે દરેક પ્રકારની તપાસ માટે તૈયાર છીએ. કોર્ટના ચૂકાદાથી એ પણ સ્પષ્ટ થઇ ગયું કે, વિરોધ પક્ષ દ્વારા જે પૂરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તે અપૂરતા છે. 
(Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Panamagate verdict: JIT will examine Nawaz Sharif and his sons
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended